Bigg Boss 14: રુબીના દિલૈકના એક્સ અવિનાશ સચદેવની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી?

09 October, 2020 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 14: રુબીના દિલૈકના એક્સ અવિનાશ સચદેવની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી?

અવિનાશ સચદેવ અને રુબીના દિલૈક (ફાઈલ તસવીર)

'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સિઝન 14ની ત્રીજી ઓક્ટોબરથી ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શોનાં સ્પર્ધકો ધીરે ધીરે ફોર્મમાં આવી રહ્યાં છે. જ્યાં સ્પર્ધકોમાં મિત્રતાની સાથે સાથે તીખી તકરાર પણ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીના નામોની ચર્ચા થઈ રહી છે. અત્યારે શૉમાં 11 નવા કન્ટેસ્ટન્ટ છે. ટૂંક સમયમાં ઘણા સેલેબ્સ પણ શૉમાં વાઈલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી મારવાના છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે  વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટમાં નૈના સિંહ, શાર્દુલ પંડિત, રશ્મિ ગુપ્તાના નામ કન્ફર્મ છે. હવે વધુ એક નામ ચર્ચાઈ રહ્યું છે તે છે, ટીવી એક્ટર અવિનાશ સચદેવ (Avinash Sachdev)નું. સિઝન 14ની કન્ટેસ્ટન્ટ રુબીના દિલૈક (Rubina Dilaik)નો તે એક્સ બોયફ્રેન્ડ હતો.

બિગ બૉસ સિઝન 14માં શરૂઆતથી જ ઘરમાં જબરજસ્ત માહોલ જામ્યો છે. તુફાની સીનિયર્સ એટલે કે, સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla), હિના ખાન (Hina Khan) અને ગૌહર ખાન (Gauhar Khan) શોને એન્ટરટેઇનિંગ બનાવવાના સંભવ પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે શોમાં વાઇલ્ડ કાર્ટ એન્ટ્રીની વાતો થઈ રહી છે. આ વાઇલ્ડ કાર્ડમાં નૈના સિંહ (Naina Singh), શારદુલ પંડિત (Shardul Pandit), રશ્મિ ગુપ્તા (Rashmi Gupta)નું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. હવે આ યાદીમાં અવિનાશ સચદેવનું નામ પણ જોડાઈ ગયું છે.

મેકર્સ શોને એન્ટરટેઇનિંગ બનાવવાનાં બનતા બધા જ પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે શોમા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ખબર સામે આવી રહી છે. શોમાં અત્યારે જે કન્ટેસ્ટન્ટ તરીકે આવી છે અભિનેત્રી રુબિના દિલૈક તેના એક્સ બોયફ્રેન્ડ અને તેની સાથે સિરિયલ કરનાર 'છોટી બહુ'ના અભિનેતા અવિનાશ સચદેવનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે, અવિનાશે આ ખબરો અંગે કહ્યું છે કે, તે શોનો ભાગ નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને આ શો ઓફર જરૂર થયો છે.

આ પણ જુઓ: Bigg Boss: શું તમને ખબર છે અત્યાર સુધીના હાઈએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ્સ કોણ છે?

તમને જણાવી દઈએ કે, રુબીના દિલૈક અને અવિનાશ સચદેવ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતાં હતાં. બન્ને સીરિયલ 'છોટી બહુ'માં લીડ રોલમાં હતાં. ઉલ્લેખનીય છે કે, રુબીના દિલૈક અને તેનો પતિ  અભિનવ શુક્લા શોમાં પહેલેથી જ છે. રુબિના હાલમાં શોમાં રિજેક્ટેડ કન્ટેસ્ટન્ટ છે. જોકે રુબિનાનાં પતિ અભિનવ શુક્લાને તેને સેફ કરવાની તક મળી હતી. પણ તેણે રુબિનાને સેફ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

entertainment news indian television television news colors tv Bigg Boss bigg boss 14 rubina dilaik