Bigg Boss 14: આજે છે ગ્રાન્ડ પ્રીમિયર, જાણો ક્યાં અને કેમ જોઇ શકશો?

03 October, 2020 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Bigg Boss 14: આજે છે ગ્રાન્ડ પ્રીમિયર, જાણો ક્યાં અને કેમ જોઇ શકશો?

બિગ બૉસ 14

સલમાન ખાન (Salman Khan)ના શૉ બિગ બૉસ 14 (Bigg Boss 14)નો આજે રાતે 9 વાગ્યે ગ્રાન્ડ પ્રીમિયર થવાનો છે. આ વખતે પણ શૉ સલમાન ખાન હોસ્ટ કરશે. બિગ બૉસની 13 સીઝન ખૂબ જ મનોરંજક હતી. આ વખતે પણ શૉ પાસેથી એવી જ આશાઓ છે. જણાવવાનું કે, કોરોનાવાયરસ (Coronavirus)ને કારણે આ વખતે શૉની શરૂઆત મોડી કરવામાં આવી છે. જો કે, ચાહકોની ઉત્સુકતામાં સહેજ પણ ઘટાડો થયો નથી. આ વર્ષે બિગ બૉસ (Bigg Boss 14) પોતાના લગ્ઝરી ઘરને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છે. આ વખતે બિગ બૉસ હાઉસમાં સલૂનથી લઈને મૉલ અને રેસ્ટૉરન્ટ સુધી બધુ જ હશે.

બિગ બૉસની 14મી સીઝનનું ગ્રાન્ડ પ્રીમિયર આજે થશે. તો, તે દરરોજ કલર્સ ચેનલ પર 10.30 વાગ્યે ટેલિકાસ્ટ થશે. વીકેન્ડ્સના દિવસે આ શૉ 9 વાગ્યે જોઇ શકાશે. શૉની પ્રીમિયર થતા પહેલા જ શૉના વીડિયોઝ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે, જેમાં ઘણો મસાલો જોવા મળી રહ્યો છે.

જણાવવાનું કે બિગ બૉસ 14માં રૂબિના દિલાઇક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન, નિશાંત સિંહ મલકાની, રાહુલ વૈદ્ય, શાર્દૂલ પંડિત, શહઝાદ દેઓલ, નિક્કી તમ્બોલી, સારા ગુરપાલ, જાન કુમાર સાનૂ, પવિત્રા પુનિયા અને રાધે મા જોવા મળશે.

bigg boss 14 television news indian television entertainment news Salman Khan