શહનાઝ ગિલ હંમેશાં મારી ફ્રેન્ડ રહેશે : સિદ્ધાર્થ શુક્લા

11 March, 2020 12:50 PM IST  |  Mumbai

શહનાઝ ગિલ હંમેશાં મારી ફ્રેન્ડ રહેશે : સિદ્ધાર્થ શુક્લા

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ

સિદ્ધાર્થ શુક્લાનું કહેવું છે કે બિગ બૉસ 13ની સ્પર્ધક શહનાઝ ગિલ હંમેશાં તેની ફ્રેન્ડ રહેશે. બિગ બૉસ 13માં આ બન્ને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. શહનાઝ આ શોમાં સિદ્ધાર્થની પાછળ પાગલ થઈ ગઈ હતી એવું લાગી રહ્યું હતું. જોકે બીજી તરફ સિદ્ધાર્થે તેને ક્લિયર કહી દીધું હતું કે તે આ શો બાદ કદાચ લાઇફમાં તેને મળશે પણ નહીં.

આ પણ વાંચો : પારસ અને હું માત્ર ફ્રેન્ડ છીએ : માહિરા શર્મા

તેમની દોસ્તી વિશે પૂછતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘શહનાઝની લાઇફનો પાર્ટ બનવાનું મને હંમેશાં ગમશે. તેની સાથે ટચમાં રહેવું મારા માટે મુશ્કેલ છે. શક્ય હશે ત્યારે હું જરૂર તેના ટચમાં રહીશ. તે મારી ફ્રેન્ડ છે અને હંમેશાં રહેશે.’

Bigg Boss 13 siddharth shukla television news entertainment news