બિગ બૉસ ૧૩ આજથી થશે શરૂ

23 March, 2020 09:29 AM IST  |  Mumbai Desk | Agencies

બિગ બૉસ ૧૩ આજથી થશે શરૂ

બિગબૉસ 13 (ફાઇલ ફોટો)

સલમાન ખાનનો શો ‘બિગ બૉસ ૧૩ આજથી શરૂ થવાનો છે. આ શો પૂરો થયા બાદ સ્વયંવર પર આધારિત ‘મુઝસે શાદી કરોગે’ શો શરૂ થયો હતો. જોકે કોરોના વાઇરસના ફેલાવાને જોતાં આ શોને બંધ કરવામાં આવ્યો છે. એથી હવે એના સ્થાને ‘બિગ બૉસ ૧૩’ દેખાડવામાં આવશે. કલર્સ ચૅનલે તાજેતરમાં જ એનો ફ્રેશ પ્રોમો સોશ્યલ મીડિયામાં રિલીઝ કર્યો હતો. આ શો રાતે ૧૦ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોમાં સૌથી વધુ ચર્ચા સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ, રશ્મિ દેસાઈ અને શહેનાઝ ગિલની વધુ થઈ હતી. ફરીથી આ શો શરૂ થતાં લોકોને મનોરંજનની કોઈ ખામી નહીં રહે. 

television news Bigg Boss 13 colors tv entertainment news coronavirus covid19