બિગ બૉસમાં અરહાનની પ્રપોઝલને સ્વીકારી રશ્મિએ

03 December, 2019 10:51 AM IST  |  Mumbai

બિગ બૉસમાં અરહાનની પ્રપોઝલને સ્વીકારી રશ્મિએ

અરહાન અને રશ્મિ

કલર્સ પર આવતા ‘બિગ બૉસ ૧૩’માં રશ્મિ દેસાઈએ ગઈ કાલે અરહાન ખાનની પ્રપોઝલને સ્વીકારી હતી. રશ્મિ અને અરહાન બન્ને ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ્સ છે. રશ્મિ બાદ અરહાનની પણ આ શોમાં એન્ટ્રી થઈ હતી. જોકે એ સમયે અરહાન તેને વધુ સમય નહોતો આપી શક્યો તેમ જ તેમની દોસ્તી પણ લોકોને એટલી જોવા નહોતી મળી. જોકે તેઓ રિયલ લાઇફમાં ખૂબ જ સારા ફ્રેન્ડ્સ છે. રશ્મિ ઘણી વાર એવું કહેતી પણ જોવા મળી હતી કે તેઓ એકમેકને ખૂબ જ સારી રીતે સમજે છે. ‘બિગ બૉસ’ની લોકપ્રિયતાને લઈને એને પાંચ અઠવાડિયાં માટે લંબાવવામાં આવ્યો છે. આ એક્સટેન્શનને કારણે એમાં ફરી કેટલાક કન્ટેસ્ટન્ટની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ રહી છે. આ એન્ટ્રીમાં વિશાલ આદિત્ય સિંહની એક્સ-ગર્લફ્રેન્ડ મધુરિમા તુલીનો સમાવેશ થાય છે. તેની સાથે ભૂતપૂર્વ સ્પર્ધક અરહાન ખાન અને શેફાલી બગ્ગાની ફરી એન્ટ્રી થઈ રહી છે. અગાઉ રશ્મિ દેસાઈ અને દેવોલિના ભટ્ટાચારજીની પણ રી-એન્ટ્રી થઈ હતી. અરહાને એન્ટ્રી કરતાંની સાથે જ રશ્મિને પ્રપોઝ કર્યું હતું. તે જેવો ઘૂંટણ પર બેસી રશ્મિને પ્રપોઝ કરવા ગયો કે ત્યાં હાજર તમામ સ્પર્ધક શૉક થઈ ગયા હતા. જોકે રશ્મિએ તેની પ્રપોઝલનો સ્વીકાર કર્યો હતો અને તેઓ ૨૦૨૦માં લગ્ન પણ કરી લેશે.  

Bigg Boss rashami desai Salman Khan