ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકેલી રશ્મિ દેસાઈએ કહ્યું...

28 March, 2020 05:19 PM IST  |  Mumbai | Agencies

ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂકેલી રશ્મિ દેસાઈએ કહ્યું...

રશ્મિ દેસાઈ

બિગ બૉસ ૧૩ની સ્પર્ધક રશ્મિ દેસાઈએ ડિપ્રેશનની પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે મેં પોતાની જાત પર ખૂબ નિયંત્રણ લાવી દીધું હતું. જોકે પોતાને કામમાં બિઝી રાખવાથી તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. ડિપ્રેશન વિશે વિસ્તારમાં જણાવતાં રશ્મિએ કહ્યું કે ‘તમે ઉદાસ બની જાઓ છો. તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચે છે અને તમારો આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. તમારો મૂડ બદલાય છે અને તમે ઉદાસ રહેવા માંડો છો. સાથે જ તમારી પસંદગી પણ બદલાવા માંડે છે. કેટલાય લોકો એનો સામનો કરે છે, પરંતુ જાહેરમાં બોલતાં અચકાય છે. મેં પોતાની જાત પર ખૂબ નિયંત્રણ લગાવી દીધું હતું. એ દરમ્યાન સૌથી સારી વાત એ હતી કે મારા કામને કારણે મને સપોર્ટ મળ્યો હતો. હું કામ કરતી હતી એથી મને ઘણી મદદ મળી હતી. ત્રણથી ચાર વર્ષ બાદ મેં જ્યારે કાઉન્સેલિંગ કર્યું તો મને અહેસાસ થયો હતો કે જો હું કોઈ વસ્તુને મારી અંદર બનાવી શકું છુ, તો એને કાઢી પણ શકું છું.’

ડિપ્રેશનમાંથી બહાર આવવા વિશે રશ્મિએ કહ્યું હતું કે ‘આ સમયમાં તમને એવા લોકો સાથે રહેવું જોઈએ જેઓ તમને આગળ વધતા જોવા માગતા હોય અને સાથે જ જેઓ તમારી પ્રગતિમાં મદદ કરવા માગતા હોય. આપણને એ વાતનો અહેસાસ નથી હોતો કે આપણી પસંદગી પણ ખોટી હોઈ શકે છે. આપણી અપેક્ષાઓ પૂરી ન થતાં આપણે ઉદાસ બનીએ છીએ. મારું માનવું છે કે આપણે હંમેશાં આગળ વધતા રહેવું જોઈએ અને કદી પણ હાર ન માનવી જોઈએ.

rashami desai television news Bigg Boss 13