‘બિગ બૉસ’માં અંકિતા તેની ‘પવિત્ર રિશ્તા’વાળી ઇમેજ સાચવી રાખવાનો પ્રયાસ કરે છે : ઐશ્વર્યા શર્મા ભટ્ટ

26 December, 2023 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંકિતા બદ્તમીઝ હોવાનું જણાવતાં ઐશ્વર્યાએ કહ્યું કે ‘અંકિતા બહોત બદ્તમીઝ હૈ. ઉસે ઝુબાન સાફ કરને કી ઝરૂરત હૈ.

અંકિતા લોખંડે ,ઐશ્વર્યા શર્મા ભટ્ટ

ઐશ્વર્યા શર્મા ભટ્ટનું કહેવું છે કે ‘બિગ બૉસ’ની ૧૭મી સીઝનમાં અંકિતા લોખંડે તેની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ની ઇમેજ એ ઘરમાં સાચવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રિયલ લાઇફમાં તે એવી નથી. અંકિતાનો તેના હસબન્ડ વિકી જૈન સાથે ખૂબ વિવાદ થઈ રહ્યો છે. જિયો સિનેમા પર આવતા ‘બિગ બઝ’માં ઐશ્વર્યા દેખાવાની છે. અંકિતા બદ્તમીઝ હોવાનું જણાવતાં ઐશ્વર્યાએ કહ્યું કે ‘અંકિતા બહોત બદ્તમીઝ હૈ. ઉસે ઝુબાન સાફ કરને કી ઝરૂરત હૈ. આપ સામનેવાલે સે બદ્તમીઝી કરોગે તો સામને સે ભી આપકો વોહી મિલેગા. તે મને વૅમ્પ વાઇબ્સ આપે છે. તેણે ‘પવિત્ર રિશ્તા’ની પોતાની પૉઝિટિવ ઇમેજ જાળવી રાખી છે. જોકે રિયલ લાઇફમાં તે આવી નથી.’

મુનવ્વર ફારુકીને ફેક ગણાવતાં ઐશ્વર્યાએ કહ્યું કે ‘તેણે જણાવ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ નઝીલા બહાર છે, પરંતુ આયેશા વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી મારીને જણાવે છે કે મુનવ્વરે મારી સાથે ચીટિંગ કરી છે. આયેશા આવવાથી લાગ્યું કે તે ખૂબ ઝઘડો કરશે, પરંતુ બન્ને કન્ફેશનરૂમમાં ગયા બાદ ૨૪ કલાક હવે સાથે રહે છે. મને મુનવ્વર ખોટો લાગે છે. તે એક તરફ એમ કહે છે કે તે રિલેશનશિપમાં સ્પષ્ટતા રાખે છે, પરંતુ મનમાં તો તે દુશ્મનાવટ રાખે છે. મનારા ખૂબ ડિસ્ટર્બ છે, મુનવ્વર અને તે બન્ને ક્લોઝ ફ્રેન્ડ છે. હવે જ્યારે મુનવ્વર આયેશા સાથે સમય પસાર કરે છે તો મનારા એકલી પડી ગઈ છે. તે નાની-નાની બાબતોને લઈને રોષે ભરાઈ જાય છે. પોતાના ફ્રેન્ડ્સને લઈને પણ તે વધુ ઑબ્સેસિવ બની જાય છે.’

television news ankita lokhande entertainment news colors tv