૧પ દિવસમાં ૧૦ કિલો વજન વધાર્યું ભાનુ ઉદય ગોસ્વામીએ

27 November, 2020 09:27 PM IST  |  Mumbai | Mumbai correspondent

૧પ દિવસમાં ૧૦ કિલો વજન વધાર્યું ભાનુ ઉદય ગોસ્વામીએ

૧પ દિવસમાં ૧૦ કિલો વજન વધાર્યું ભાનુ ઉદય ગોસ્વામીએ

સ્ટાર પ્લસ પર શરૂ થનારા નવા શો ‘રુદ્રકાલ’ને ચૅનલ ઇન્ડિયાના પહેલા ઍક્શન-શો તરીકે પ્રમોટ કરે છે. શોનું લીડ કૅરૅક્ટર ડીસીપી રંજન ચિત્તોડ છે. પોતાના જૂના મેન્ટરનું મર્ડર થયા પછી રંજન કેવી રીતે એ હત્યાના મૂળ સુધી પહોંચે છે એ જર્ની ‘રુદ્રકાલ’માં દર્શાવવામાં આવી છે. રંજન ચિત્તોડનું કૅરૅક્ટર કરતા જાણીતા ઍક્ટર ભાનુ ઉદય ગોસ્વામીએ આ કૅરૅક્ટર માટે ફિટનેસ તો રાખવાની જ હતી, પણ સાથોસાથ ફિઝિકલી પોતે મૅચ્યોર્ડ છે એ પણ પુરવાર કરવાનું હતું, જેને માટે ભાનુએ વજન વધારવું જરૂરી હતું. ભાનુને રોલ ઑફર થયો એના ૨૦ જ દિવસમાં શૂટ ચાલુ થવાનું હોવાથી તેણે આ કામ પણ ફટાફટ કરવાનું હતું. ભાનુએ એ કામ કરી આપ્યું અને ૧૫ જ દિવસમાં ૧૦ કિલો વજન વધાર્યું.
ભાનુ કહે છે, ‘વજન વધારવાનું સહેલું નથી, કારણ કે ફૅટ તમારામાં રહેવી જોઈએ. ૧૫ દિવસમાં ૧૦ કિલો વેઇટ વધારવા માટે મેં મૅક્સિમમ એવું ફૂડ ખાધું જે જલદી ડાયજેસ્ટ નથી થતું. એ ઉપરાંત મેં મારા ફૂડ-ટાઇમિંગ પણ ચેન્જ કરી નાખ્યા. હું મોડી રાતે પણ ખાવા બેસી જતો. જન્ક ફૂડ અને રસગુલ્લા મેં સૌથી વધારે ખાધાં છે. એ ઉપરાંત બ્રેડ, તમે કહો કે મેં આ દિવસોમાં બ્રેડ સિવાય કાંઈ ખાધું જ નથી.’

television news indian television rajkot entertainment news