Bhabiji Ghar Par Hain: નવી 'અનિતા ભાભી'ની એન્ટ્રીએ ઉડાવ્યા બધાના હોંશ

28 January, 2021 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhabiji Ghar Par Hain: નવી 'અનિતા ભાભી'ની એન્ટ્રીએ ઉડાવ્યા બધાના હોંશ

'ભાભી જી ઘર પર હૈ' (તસવીર સૌજન્ય - મિડ-ડે)

એન્ડ ટીવીનો સૌથી લોકપ્રિય શૉ 'ભાભી જી ઘર પર હૈ' આજકાલ નવી અનિતા ભાભીને લઈને ઘણી ચર્ચામાં બન્યો છે. શૉમાં નેહા પેંડસેએ નવી અનિતા ભાભી તરીકે સીરિયલમાં એન્ટ્રી મારી લીધી છે. તાજેતરમાં જ શૉનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં નેહા પેંડસે શેરીમાં એન્ટ્રી મારતી દેખાઈ રહી છે. હવે નેહા સાથે એપિસોડ ક્યારે ટેલિકાસ્ટ થશે, ફૅન્સ એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તેમ જ ફૅન્સ સાથે-સાથે કોઈ બીજું છે જે નેહા પેંડસેને શૉમાં જોવા માટે રાહ જોઈ રહ્યું છે. તે બીજું કોઈ નહીં, 'ભાભી જી ઘર પર હૈ'ની જૂની 'અંગૂરી ભાભી' એટલે શિલ્પા શિંદે. નવો પ્રોમો રિલીઝ થયા બાદ શિલ્પાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેણે નેહા પેંડસેના વખાણ કર્યા છે. સાથે જ લખ્યું છે કે, 'આ શૉ હવે તમારા માટે જોવો પડશે.'

શિલ્પાએ લખ્યું છે કે, હું 'ભાભી જી ઘર પર હૈ' ક્યારે-ક્યારે ભરભૂતી જી(આસિફ શેખ) અને સક્સેના જી (સાનંદ વર્મા) માટે જોતી હતી, પરંતુ હવે નેહા તમારા માટે આ શૉ જરૂર જોવો પડશે. તમે ખૂબ સારી અભિનેત્રી છો. અહીંયા ઘણી ઓછી એક્ટ્રેસ છે, જેમાં બ્યૂટી પણ અને ટેલેન્ટ પણ, પરંતુ તમે તેમાંથી એક છો. શિલ્પાના પોસ્ટ પર નેહાએ પણ કમેન્ટ કરી છે. નેહાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શિલ્પાના પોસ્ટનો સ્ક્રીનશૉટ શૅર કરતા લખ્યું, હું મારું બેસ્ટ આપીશ શિલ્પા.

તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે ઘણા લાંબા સમયથી 'ભાભી જી ઘર પર હૈ' નો ભાગ રહી છે. અભિનેત્રી 'અંગૂરી ભાભી' તરીકે ઘણી બધી ચર્ચામાં રહી હતી, શિલ્પાના મોંઢામાંથી નીકળેલો 'સહી પકડે હૈ' વાળો ડાયલૉગ આજે પણ લોકોના મોંઢા પર જીવંત છે. પરંતુ એક વિવાદ બાદ શિલ્પાએ શૉને અલવિદા કહીં દીધું હતું. ત્યાર બાદ તેની જગ્યા ટીવી એક્ટ્રેસ શુભાંગી અત્રેએ લીધી હતી. હવે ઘણા સમયથી શુભાંગી જ અંગૂરી ભાભી બનીને શૉમાં નજર આવી રહી છે. તેમ જ હાલમાં જ પોતાના અંગત કારણોના લીધે સૌમ્યા ટંડને પણ શૉ છોડી દીધો છે. ત્યાર બાદ નેહાને 'અનિતા ભાભી' તરીકે પસંદ કરવામાં આવી છે. શુભાંગીને તો લોકો અંગૂરી ભાભી તરીકે અપનાવી છે. હવે જોવાનું રહેશે કે નેહાને લોકો કેટલું પસંદ કરે છે.

television news tv show entertainment news shilpa shinde