અર્ચના પૂરણ સિંહે છુપાઇને ખાધી પાણીપૂરી, તો કપિલે કહ્યું આ, જુઓ વીડિયો

30 November, 2020 08:19 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અર્ચના પૂરણ સિંહે છુપાઇને ખાધી પાણીપૂરી, તો કપિલે કહ્યું આ, જુઓ વીડિયો

અર્ચના પૂરણ સિંહ

બોલીવુડથી લઈને ટેલીવિઝન સુધી પોતાની એક ખાસ ઓળખ બનાવનાર અર્ચના પૂરણ સિંહ હાલ પોતાના એક વીડિયોને કારણે ઘણી ચર્ચામાં છે. અર્ચના હાલ ધ કપિલ શર્મા શૉમાં જજ તરીકે જોવા મળે છે અને ઘણીવાર તે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૉ સાથે જોડાયેલા ફની વીડિયો અને ફોટો ચાહકો સાથે શૅર કરતી હોય છે. તાજેતરમાં જ તેણે પોતાનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે શૉના સેટ પર પાણીપૂરી ખાતી જોવા મળે છે અને સાથે જ તે પાણીપૂરીવાળાને કહે છે કે "ભૈયા પૈસે નહીં મિલેંગે પ્રૉડક્શન વાલો સે લેના."

વાયરલ થતા વીડિયોમાં અર્ચના પાણીપૂરી વેચનારાને કહે છે જલ્દી કરો મને બોલાવે છે, પેમેન્ટ તો આપતા નથી એ લોકો બસ આનાથી જ કામ ચલાવવું પડશે. ત્યારે જ કપિલ પાછળથી કહે છે કે આ જુઓ આ છે આમનો અસલી રૂપ... ત્યાં કહીને આવી છે કે જરૂરી ફોન આવ્યો છે અને અહીંયા આવીને પાણીપૂરી ખાઇ રહી છે. તેમને ખબર હતી કે પાણીપૂરી વાળો આવવાનો છે એટલે પોતાના દીકરાને પણ લઈ આવ્યાં છે. પછી કપિલ, અર્ચના તરફ કેમેરો કરતા કહે છે મેમ આ તો ખોટું છે તો અર્ચના કહે છે, "અરે કપિલ તને ખવડાવવાના હતા એટલે હું ટેસ્ટ કરતી હતી."

અર્ચના અને કપિલનો આ વીડિયો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને આના પર રિએક્શન પણ આવી રહ્યા છે. તમે જાણીને ચોંકી જશો પણ આ વીડિયોને અત્યાર સુધી એક લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. નોંધનીય છે કે અર્ચનાએ પોતાના કરિઅરની શરૂઆત વર્ષ 1993માં કરી હતી. તેમને ઝી ટીવી શૉ 'વાહ ક્યા સીન હૈ'થી ટેલીવિઝન જગતમાં એન્ટ્રી લીધી હતી.

અર્ચનાએ તેના પછી બૅક-ટુ-બૅક બે શૉધ 'જાને ભી દો યારો', 'શ્રીમાન-શ્રીમતી'માં કામ કર્યું. વર્ષ 2005માં અર્ચનાએ 'નચ બલિયે'માં કોન્ટેસ્ટન્ટ તરીકે પણ ભાગ લીધો હતો. ત્યાર પછી અર્ચનાએ વર્ષ 2006માં ડાન્સિંગ બેઝ્ડ રિયાલિટી શૉ ઝલક દિખલાજા હોસ્ટ કર્યું, ફક્ત એટલું જ નહીં અર્ચનાએ 'ધ કપિલ શર્મા શૉ'માં આવતા પહેલા સોનીની જાણીતી અને સુપરહિટ સીરિયલ 'કૉમેડી નાઇટ્સ સર્કસ'માં પણ જજ તરીકે કામ કર્યું છે. આ શૉમાં તેમની સાથે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન પણ જજ હતા.

the kapil sharma show kapil sharma archana puran singh indian television television news