ગર્વ કરો સાવધાન ઇન્ડિયાના આ ઇન્સ્પેક્ટર પર

26 May, 2020 09:47 PM IST  |  Rajkot | Rashmin Shah

ગર્વ કરો સાવધાન ઇન્ડિયાના આ ઇન્સ્પેક્ટર પર

વિકાસ શ્રીવાસ્તવ

સ્ટાર ભારતના હૉટકેક શો ‘સાવધાન ઇન્ડિયા’માં જાન્યુઆરીમાં એક એફઆરઆઇ સિરીઝ લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં ચાર ઇન્સ્પેક્ટર દ્વારા સૉલ્વ કરવામાં આવેલા કેસની ચર્ચા કરવામાં આવી હતી. આ ૪માંથી એક ઇન્સ્પેક્ટર હતા મધ્ય પ્રદેશના ઇન્સ્પેક્ટર અવિનાશ રાજ સિંહ. અવિનાશ રાજ સિંહનું કૅરૅક્ટર કરનારા ઍક્ટર વિકાસ શ્રીવાસ્તવ અનાયાસ જ અત્યારે ભોપાલમાં છે. લૉકડાઉનને કારણે ભોપાલમાં અટવાઈ ગયેલા વિકાસે ઘરમાં પડ્યા રહેવાને બદલે જરૂરિયાતમંદોને મદદ કરવાનું અને હાઇવે પરથી પસાર થતા પરપ્રાંતીઓની જરૂરિયાતો પૂરી કરવાનું કામ સ્વેચ્છાએ સંભાળી લીધું. તેણે પોતાની સાથે આ કામમાં અનેક લોકોને પણ જોડ્યા છે. 

વિકાસ કહે છે કે ‘આ કોઈ પર ઉપકાર નથી, આ દરેકેદરેક માણસની જવાબદારી છે. તમે તમારાથી સહેજ નીચે હોય તેને
મદદ કરો અને ભારતીય હોવાની જવાબદારી નિભાવો. અમે અહીં દરરોજ ટિફિન પહોંચાડવાથી લઈને હાઇવે પર પસાર થતા લોકોને પાણીથી લઈને કપડાંની જરૂરિયાત હોય તો એ પૂરી કરવાની કોશિશ કરીએ છીએ. અત્યારની સિચુએશનમાં આવાં છૂટાંછવાયાં કામથી કશું વળવાનું નથી. બધાએ પોતપોતાની રીતે કામ કરવું પડશે અને દેશની મદદે આવવું પડશે.’

Rashmin Shah television news