08 May, 2026 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2ને પાછળ ધકેલીને વસુધા બની ગયો નંબર વન શો
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (BARC) દ્વારા હિન્દી ટીવી-શો માટેનો વીક ૧૭નો TRP રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આ વખતે રૅન્કિંગ્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ રિપોર્ટમાં લાંબા સમય સુધી નંબર વન રહેનાર સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ આ અઠવાડિયે ટોચનું સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો છે. વીક ૧૭માં ‘વસુધા’એ સૌથી વધુ TRP મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ બીજા સ્થાને સરકી ગયો છે.
આ રિપોર્ટ પ્રમાણે ત્રીજા સ્થાને ‘ગંગા માઈ કી બેટિયાં’ રહ્યો, જ્યારે ચોથું સ્થાન ‘તુમ સે તુમ તક’ને મળ્યું છે. એ સિવાય એક સમયના લોકપ્રિય શો ‘અનુપમા’ની લોકપ્રિયતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને એ હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.