13 March, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીવીના પડદા પર નંબર વન શો તરીકે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2નો દબદબો
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (BARC) દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટ મુજબ ફરી એક વાર સ્મૃતિ ઈરાની અભિનીત ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’નો દબદબો છે. સૌથી વધુ TRP ધરાવતા હિન્દી ટીવી-શોમાં બીજા સ્થાન પર રૂપાલી ગાંગુલીનો લોકપ્રિય શો ‘અનુપમા’ છે.
આ અઠવાડિયે શરદ કેલકરના શો ‘તુમ સે તુમ તક’એ ગયા અઠવાડિયા કરતાં થોડા ઘટાડા છતાં TRP યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે ‘ઉડને કી આશા’ ચોથા સ્થાન પર રહી છે. તાજેતરનાં અઠવાડિયાંઓની સરખામણીએ ‘નાગિન 7’ના TRPમાં નોંધપાત્ર વધારો થયો છે. થોડા સમયથી આ શો ટૉપ પાંચમાં દેખાતો નહોતો, પરંતુ હવે આ શો પાંચમા સ્થાન પર આવી ગયો છે.