08 October, 2026 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલ
રામાનંદ સાગરની લોકપ્રિય ધારાવાહિક ‘રામાયણ’માં અરુણ ગોવિલે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયે દર્શકોનાં દિલમાં ઊંડી છાપ છોડી હતી. હવે અરુણ ગોવિલ ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથ તરીકે જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ પોસ્ટર જાહેર કરીને આ વિશે ચાહકોને માહિતી આપી છે.
મેકર્સ દ્વારા જાહેર કરાયેલા આ પોસ્ટરમાં અરુણ ગોવિલ અયોધ્યાના રાજાની વેશભૂષામાં સિંહાસન પર બેઠેલા જોવા મળે છે. ફિલ્મના નિર્માતાઓએ આ તસવીર સાથે ખાસ કૅપ્શન લખી છે કે ‘તેમણે એક પેઢી માટે રામને જીવંત કર્યા હતા. હવે તેઓ અયોધ્યાના રાજા તરીકે ‘રામાયણ’ની દુનિયામાં પરત ફરી રહ્યા છે. અરુણ ગોવિલ રાજા દશરથ તરીકે.’