જોઈ લો, નવી વિષકન્યા અર્સી ખાન

09 September, 2019 08:55 AM IST  |  મુંબઈ

જોઈ લો, નવી વિષકન્યા અર્સી ખાન

અર્શી ખાન

 ‘બિગ બૉસ-11’માં જોવા મળેલી અર્સી ખાન હવે કલર્સ પર આવતા શો ‘વિષ’માં જોવા મળશે. જસલિન મથારુ બાદ હવે અર્સી પણ ટીવી-શોમાં પ્રવેશી રહી છે. આલિયા અને આદિત્ય સામે ફાઇટ કરવા માટે સબરિના (દેબિના બોનરજી) વિષલોકમાંથી કલંકિનીને બોલાવે છે. આ કલંકિની એટલે અર્સી ખાન. આ પાત્ર વિશે વાત કરતાં અર્સીએ કહ્યું કે ‘કલર્સ સાથે ફરી કામ કરવા માટે હું ઉત્સુક છું અને તેમની સાથે સતત કામ કરતી રહું એવી આશા છે. હું આ શોમાં સબરિનાની ફ્રેન્ડ કલંકિનીનું પાત્ર ભજવી રહી છું. કલંકિની એક નેગેટિવ પાત્ર છે, પરંતુ એ ખૂબ જ એન્ટરટેઇનિંગ પણ છે. મને કલંકિનીના રૂપમાં જોઈને દર્શકોને ખુશી થાય એવી આશા રાખું છું.’

arshi khan entertaintment indian television colors tv