ખોટો ઘમંડ ન રાખવો જોઈએ : રોનિત રૉય

15 October, 2020 10:58 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ખોટો ઘમંડ ન રાખવો જોઈએ : રોનિત રૉય

ખોટો ઘમંડ ન રાખવો જોઈએ : રોનિત રૉય

રોનિત રૉયનું કહેવું છે કે જીવનમાં ખોટો ઘમંડ અને ‘હું’પણું હોવુ એ અયોગ્ય છે. તેના જીવનમાં રોનિત ખૂબ પરિવર્તન લાવ્યો છે. તેણે જીવનમાં નમ્રતાને લાવવાની અપીલ સૌને કરી છે. આ દર્શાવતાં તેણે કેટલીક ઇમેજિસ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. એ ઇમેજ પર લખ્યું હતું કે જ્યારે જીવનમાં ઠોકર લાગે તો ફરીથી ઊભા થાઓ અને ભગવાનના શરણમાં જાઓ. જીવનમાં જ્યારે સફળતા મળે તો નમ્ર બનો અને ભગવાનનો આભાર માનો. આ ઇમેજિસને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોનિતે કૅપ્શન આપી હતી, ‘હું મારા શરૂઆતના દિવસોમાં ખૂબ જ ઉદ્ધત હતો. ઉતાવળિયો હતો. જીવને મને શીખવ્યું કે ખોટો ઘમંડ, ગુમાન, અહમ્ અને ‘હું’પણું અયોગ્ય છે. મેં જ્યારે માણસાઈ દેખાડવાની શરૂઆત કરી ત્યારે એ મારા માટે અઘરું હતું. જોકે હવે એ મારા કૅરૅક્ટર માટે સ્ટ્રૉન્ગેસ્ટ પૉઇન્ટ બની ગયો છે. દેખાડો એ ઈર્ષાને બળ આપે છે. માનવતા અને આભાર વ્યક્ત કરવાની લાગણી સારી છબિ અને મિત્રતા બનાવે છે. ઉદ્દેશોને ભૂલી જાઓ. સમજદાર બનો, સિદ્ધિ મેળવનારાઓને માન આપો. કમનસીબ લોકોને સપોર્ટ કરો. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મદદ કરો. પ્રેમ આપો. હું તમારા સૌનો દિલથી આભાર માનું છું.’

television news entertainment news ronit roy