‘બિગ બૉસ’ની છઠ્ઠી સીઝનમાં સ્પર્ધક તરીકે જય ભાનુશાલી ને શાવર અલી?

18 September, 2012 06:39 AM IST  | 

‘બિગ બૉસ’ની છઠ્ઠી સીઝનમાં સ્પર્ધક તરીકે જય ભાનુશાલી ને શાવર અલી?




કલર્સ ચૅનલના સેલિબ્રિટી રિયલિટી શો ‘બિગ બૉસ’ના પ્રોડ્યુસરોએ હજી આ શોમાં ભાગ લેનારા સ્પર્ધકોની યાદી જાહેર નથી કરી, પણ ચર્ચા છે કે આ શો માટે મૉડલમાંથી ઍક્ટર બનેલા શાવર અલી અને ટીવી-ઍક્ટર જય ભાનુશાલીની પસંદગી કરવામાં આવી છે. આ શો વિશે ચર્ચા હતી કે આ વખતે એમાં માત્ર કપલ્સને જ પસંદ કરવામાં આવશે, પણ આ ચર્ચા ખોટી સાબિત થઈ છે.

તાજેતરમાં શાવર અલી જ્યાં ‘બિગ બૉસ’નો પ્રોમો શૂટ થઈ રહ્યો હતો એ ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં સલમાન ખાન સાથે લંચ લેતો જોવામાં આવ્યો હતો તેમ જ તે અને જય ભાનુશાલી લોખંડવાલા વિસ્તારની એક કૉફીશૉપમાં સાથે જોવા મળ્યા હતા.

જોકે આ મુદ્દે શાવર અલી સાથે વાત કરતાં તેણે આ શો કરતો હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આના માટે તેનો સંપર્ક કરવામાં નથી આવ્યો. જય ભાનુશાલીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું ‘બિગ બૉસ’ની છઠ્ઠી સીઝનનો સભ્ય નથી.