મેન્ટલ હેલ્થને લઈને જાગરૂકતા ફેલાવવા અપરા મહેતા અને કમલિકા ગુહાની પહેલ

21 October, 2022 12:34 PM IST  |  Mumbai | Harsh Desai

દિવાળી હોવાથી પર્સનલ સાડીના ક્લેક્શનમાંથી અપરા મહેતાએ લગભગ ૮૦ સાડી ચૅરિટી સેલ માટે આપી છે

અપરા મહેતા

અપરા મહેતાએ હાલમાં જ તેમની પર્સનલ સાડીઓને ચૅરિટી માટે આપી છે. અપરા મહેતાની પર્સનલ સાડીઓને કોમલ હિરાનંદાનીની ડૉલ્સ વી વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. આ માટે તેમના ચાહકો https://saltscout.com/store/dolcevee પર જઈને ખરીદી કરી શકશે. દિવાળી નજીક હોવાથી અપરા મહેતા ‘ક્યૂંકી... સાસ ભી કભી બહૂ થી’ની કો-સ્ટાર કમલિકા ગુહા ઠાકુર્તા સાથે મળીને ચૅરિટી દ્વારા અવેરનેસ જગાવવા અને લોકોને મદદ કરવા માગે છે. કમલિકા ગુહા ઠાકુર્તા આર્ટસ્કેપ એન​જીઓ ચલાવે છે. તેઓ એની મદદથી મેન્ટલ હેલ્થ માટે આર્ટ થેરપીને પ્રમોટ કરે છે. સ્ટુડન્ટ્સથી લઈને કૅન્સર પેશન્ટથી લઈને કૅરગિવર્સ જેવા લોકો જેમને પૈસાની જરૂર હોય તેમને આર્ટસ્કેપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે. ચૅરિટી સેલ ફન્ડરેઝર સિરીઝમાં આ બીજી ઇવેન્ટ છે. પહેલાં તેમણે છવી મિત્તલ સાથે મળીને કૅન્સર સર્વાઇવરને મદદ કરી હતી. અપરા મહેતા બાદ તેઓ હવે અન્ય ઘણી સેલિબ્રિટીઝ સાથે મળીને લોકોને વધુને વધુ મદદ કરશે. આ વિશે કમલિકાએ કહ્યું કે ‘મેન્ટલ હેલ્થ અવેરનેસ વિશે હજી ઘણી જાગરૂકતા ફેલાવવાની જરૂર છે. જો કોઈને ફિઝિકલ હેલ્થ ઇશ્યુ હોય તો આપણે દવા લઈએ છીએ અથવા તો ડૉક્ટરને દેખાડીએ છીએ. મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમ ઘણા લોકોમાં જોવા મળે છે, પરંતુ એમ છતાં લોકો મદદ લેવાનું ટાળે છે. આપણે આ વિશે જાગરૂકતા ફેલાવી લોકોની વિચારધારા બદલવાની જરૂર છે.’

કમલિકાની આ ઇવેન્ટમાં તેમની મદદ કરનાર અપરા મહેતાએ કહ્યું કે ‘આ કાર્ય મારા દિલની ખૂબ જ નિકટનું છે. દિવાળી નજીક છે એથી હું ફેસ્ટિવલ હોવાથી લોકોને મદદ કરી તેમની દિવાળી પણ સારી જાય એ માટે કંઈક કરવા માગતી હતી. લોકોમાં મેન્ટલ હેલ્થ માટે જાગરૂકતા ફેલાવવા માટે હું એક નાનકડું સ્ટેપ લઈ રહી છું અને એ માટે મેં મારી પર્સનલ સાડીનું ચૅરિટી સેલ યોજવાનું નક્કી કર્યું છે.’

entertainment news television news indian television Apara Mehta