‘અનુપમા’ જશે અમેરિકા? સિરિયલમાં વધુ એક ગુજરાતી અભિનેત્રી કરશે કમાલ

16 May, 2023 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિરિયલમાં થઈ ચુકી છે અભિનેત્રી અપરા મહેતાની એન્ટ્રી

અપરા મહેતા, રુપાલી ગાંગુલી

સ્ટાર પ્લસ (Star Plus)ની લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’ (Anupamaa)માં વર્તમાન ટ્રૅક અનુપમા કપાડિયા ઉર્ફ રુપાલી ગાંગુલી (Rupali Ganguly) અને અનુજ કપાડિયા ઉર્ફ ગૌરવ ખન્ના (Gaurav Khanna)ની જુદાઈની આસપાસ ફરી રહ્યો છે.  ત્યારે સિરિયલમાં વધુ એક પીઢ ગુજરાતી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. આ અભિનેત્રી છે, અપરા મહેતા (Apara Mehta). અપરા મહેતાએ સિરિયલમાં અનુપમાના ડાન્સ ટીચર એટલે કે ગુરુ મા તરીકે એન્ટર થયા છે. તેમની એન્ટ્રીથી અનુપમાના જીવનમાં અનેક બદલાવ અને સિરિયલમાં નવા ટ્વિસ્ટ આવવાના છે.

સિરિયલમાં અત્યારે સ્ટોરી અનુપમા-અનુજ અને તેમના અલગ થયા પછી તેમના જીવનની આસપાસ ફરે છે. માયાની એન્ટ્રીથી પરિવારના સભ્યોના જીવનમાં હલચલ મચી ગઈ હતી. તાજેતરમાં પ્રસારિત થયેલા પ્રોમો પરથી જોઈ શકાય છે કે, શો વધુ રસપ્રદ બની રહ્યો છે. અનુપમાએ માલતી દેવીની ડાન્સ એકેડેમી સાથે ત્રણ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી અમેરિકા જવાનું નક્કી કર્યું છે. અનુપમા આ વખતે પોતાની કારકિર્દી શાહ અને કપાડિયા કરતાં આગળ મૂકશે. ટીવી અભિનેત્રી અપરા મહેતા આ શોમાં ગુરુમાં માલતી દેવીનું પાત્ર ભજવી રહ્યાં છે. માલતી દેવીને અનુપમા નાનપણથી જ ગુરુ માને છે અને તેમને આદર્શ તરીકે જુએ છે. માલતી દેવી અનુપમાના માર્ગદર્શક છે. તેમના પાત્રની ઘણી બાજુઓ છે જે ધીમે-ધીમે તેમના જીવનને ઉજાગર કરશે. આ સાથે જ અનુપમાના જીવનમાં માલતી દેવીની એન્ટ્રી સાથે ઘણા રસપ્રદ ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળશે.

આ પણ વાંચો – મેન્ટલ હેલ્થને લઈને જાગરૂકતા ફેલાવવા અપરા મહેતા અને કમલિકા ગુહાની પહેલ

માલતી દેવીએ આજે ​​તે જ્યાં છે ત્યાં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે, તે માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતા છે. તે અમદાવાદ પરત આવે છે કારણ કે માલતી દેવી. માલતી દેવી અમેરિકાથી અમદાવાદ એટલે આવ્યા છે કારણકે, તેઓ કૌઈ એવી વ્ય્કતિની શોધ કરી રહ્યાં જે તેમના ગુરુકુલને બરાબર રીતે ચલાવી શકે. માલતી દેવીની શોધ અનુપમા પર પૂરી થાય છે અને અહીંથી દર્શકો પર અનુપમા અને માલતી દેવી વચ્ચે એક નવું સમીકરણ જોવા મળશે. અનુપમાના જીવનમાં માલતી દેવીની એન્ટ્રી સાથે ઘણી વસ્તુઓ બદલાશે. અનુપમાને સેલ્ફ વર્થ વિશે શીખવવામાં આવશે, જે અનુપમાના જીવનમાં એક મોટો બદલાવ હશે. આ પહેલી વાર છે જ્યારે અનુપમા પોતાની જાતને પ્રથમ અને અન્યને બીજા સ્થાને રાખશે. માલતી દેવી એક સ્ટ્રિક્ટ ટીચર બનશે પરંતુ તે જ સમયે તે અનુપમાને તેના મૂલ્ય અને ઓળખનો અહેસાસ કરાવશે. માલતી દેવીના આગમનથી અનુપમાના જીવનમાં વાર્તા કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ અને મનોરંજક રહેશે.

આ પણ જુઓ – કાવ્યા અને વનરાજની મીઠી વાતો

માલતી દેવીનું પાત્ર ભજવતા ગુજરાતી અભિનેત્રી અપરા મહેતા આ વિશે વાત કરતા કહે છે કે, ‘માલતી દેવીનું મારું પાત્ર ત્રણથી ચાર મહિના માટે કેમિયો છે. ચાલો જોઈએ કે પાત્ર કઈ રીતે આકાર લે છે. રાજન સરના કારણે જ મેં માલતી દેવીની ભૂમિકા ભજવવા માટે હા પાડી છે. જ્યારે પણ તેમણે મને તેના કોઈપણ શોમાં કેમિયો કરવા માટે કહ્યું છે, ત્યારે તેઓ ખાતરી કરે છે કે પાત્રમાં કંઈક એવું છે જેની હું ખરેખર હકદાર છું. આ એક એવો રોલ છે જેને હું લાયક છું. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષ થઈ ગયા છે પણ બહુ ઓછી ભૂમિકાઓ છે જે મને હંમેશા યાદ રહેશે. મને માલતી દેવીની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવા બદલ હું રાજન સરનો ખૂબ જ આભાર માનું છું.’

ડાયરેક્ટર કટ પ્રોડક્શનના બેનર હેઠળ રાજન શાહી અને દીપા શાહી દ્વારા ‘અનુપમા’નું નિર્માણ કર્યું છે. સિરિયલમાં આવી રહેલા નવા ટ્વિસ્ટે દર્શકોને જકડી રાખ્યાં છે.

entertainment news indian television television news tv show star plus Apara Mehta