ઇન્ડિયન આઇડલ ૧૦ના શોમાંથી અનુ મલિક બહાર

22 October, 2018 04:40 AM IST  | 

ઇન્ડિયન આઇડલ ૧૦ના શોમાંથી અનુ મલિક બહાર

સોની એન્ટરટેઇનમેન્ટ પર આવતા ‘ઇન્ડિયન આઇડલ ૧૦’ના શોમાંથી અનુ મલિકને હટાવવામાં આવ્યો છે. અનુ મલિક પર જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા છે. આ સંદર્ભે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન ચૅનલે નિવેદન આપતાં કહ્યું હતું કે ‘અનુ મલિક હવે ‘ઇન્ડિયન આઇડલ’ શોનો ભાગ નથી. શો પોતાના શેડ્યુલ પ્રમાણે જ આગળ વધશે અને અમે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પ્રસિદ્ધ હસ્તીને બોલાવીશું, જે વિશાલ દાદલાણી અને નેહા કક્કડ સાથે ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન ૧૦ના જજ તરીકે જોડાશે.’