અભિનેત્રી અંકિતા લોખંડેના અપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યું

05 April, 2020 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી અંકિતા લોખંડેના અપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યું

અંકિતા લોખંડે

ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડે મલાડ પશ્ચિમના જે અપાર્ટમેન્ટમાં રહે છે તે અપાર્ટમેન્ટમા 56 વર્ષીય રહેવાસીનો કોરોના વાયરસ (COVID-19)નો ટેસ્ટ પોઝેટિવ આવ્યો હોવાથી આખું અપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. આ અપાર્ટમેન્ટમાં ફક્ત અંકિતા જ નહીં અન્ય સેલિબ્રિટીઓ પણ રહે છે.

મલાડ પશ્ચિમમાં આવેલા અપાર્ટમેન્ટની ડી વિન્ગમાં રહેતો 56 વર્ષીય વ્યક્તિ ગત મહિનાની શરૂઆતમાં જ સ્પેનથી પાછો ફર્યો હતો. એરપોર્ટ પર તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તેને 15 દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. દરમ્યાન 12 માં દિવસે તેનામાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાથે તેની પત્નીને પણ લઈ ગયા હતા. પરંતુ તેની પત્નીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. અંકિતાની સાથે આ બિલ્ડિંગમાં અશિતા ધવન-શૈલેષ ગુલાબાની, નતાશા શર્મા-આદિત્ય રેડીજ અને મિશ્કત વર્મા પણ રહે છે.

બિલ્ડિંગમાં કોઈની અવરજવર ન થાય એટલે બહાર પોલીસ તહેનાત કરવામાં આવી છે.

coronavirus covid19 indian television television news bollywood gossips malad ankita lokhande