બીવી કે ખાતિર!

04 December, 2019 11:40 AM IST  |  Mumbai | Rashmin Shah

બીવી કે ખાતિર!

અંકિત અને રુચિ

‘હૈવાન: ધી મૉન્સ્ટર’ અને ‘કુમકુમ ભાગ્ય.’બે સુપરહિટ શોમાં હસબન્ડ અને વાઇફ જોડાયેલાં હોય એવા સમયે બન્ને એકબીજા માટે સમય કાઢી શકે એ કલ્પના બહારની વાત છે, પણ અંકિત મોહન અને રુચિએ આ કામ કર્યું. સોમવારે બન્નેનાં મૅરેજની ચોથી ઍનિવર્સરી હતી. આ ચાર વર્ષને ધ્યાનમાં રાખીને અંકિતે પોતાના કામમાંથી અને રુચિએ પોતાની ‘કુમકુમ ભાગ્ય’માંથી બ્રેક લઈને બે દિવસ સાથે પસાર કર્યા. અંકિત મોહન ટીવી-સિરિયલ ઉપરાંત બે વેબ-શોના શૂટમાં પણ બિઝી છે તો તેની સામે રુચિ પણ પોતાના શો ઉપરાંત એક વેબ-શોનું શૂટ કરે છે. અંકિતે કહ્યું હતું કે ‘કેટલો સમય સાથે રહ્યાં એ મહત્ત્વનું નથી, પણ કેવો સમય સાથે રહ્યાં એ બહુ મહત્ત્વનું છે. જે સમય સાથે વિતાવો એ ક્વૉલિટી-ટાઇમ હોવો જોઈએ. મૅરેજ-લાઇફ માટે ક્વૉલિટી-ટાઇમ બહુ જરૂરી છે.’
આ ઍનિવર્સરી પહેલાં બન્નેએ છેલ્લાં બે વર્ષથી એક પણ દિવસનો બ્રેક નહોતો લીધો, પણ હવે બન્નેએ નક્કી કર્યું છે કે કોઈ પણ ભોગે મિનિમમ ૬ મહિને એક બ્રેક લેવો અને ઓછામાં ઓછા ૪૮ કલાક સાથે રહેવું.

tv show kumkum bhagya