અમિતાભ બચ્ચને શરૂ કર્યું કૌન બનેગા કરોડપતિની ૧૭મી સીઝનનું શૂટિંગ

08 August, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આ વાતની માહિતી આપી છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને તેમના લોકપ્રિય ક્વિઝ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૭મી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આ વાતની માહિતી આપી છે. અમિતાભે પોસ્ટ શૅર કરીને લખ્યું છે, ‘કામ પર પહોંચી ગયો. નવો દિવસ‍, નવી તક, નવા પડકારોને પ્રણામ.’ 

અમિતાભની આ પોસ્ટ જોઈને તેમના ફૅન્સ બહુ ખુશ થયા છે. કૌન બનેગા કરોડપતિ’ની ૧૭મી સીઝનની ટૅગલાઇન છે ‘જહાં અકલ હૈ, વહાં અકડ હૈ.’ ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૭મી સીઝનની શરૂઆત ૧૧ ઑગસ્ટથી શરૂ થવાની જાહેરાત થઈ ગઈ છે. આ શો સોમવારથી શુક્રવારે રાતે ૯ વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત થશે. રિપોર્ટ પ્રમાણે આ સીઝનમાં એક એપિસોડ હોસ્ટ કરવા માટે તેમને પાંચ કરોડ રૂપિયા જેટલી માતબર ફી ચૂકવવામાં આવી છે. જોકે આ વાતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું.

amitabh bachchan television news indian television kaun banega crorepati