19 August, 2023 02:28 PM IST | Mumbai | Shilpa Bhanushali
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ
બિગ બૉસ 14 ફેમ અલી ગોની એક મ્યૂઝિક વીડિયોના શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જેની માહિતી તેણે એક પોસ્ટ શૅર કરીને ચાહકો સાથે શૅર કરી હતી. આજે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાસ્મીન ભસીન સાથે રોમેન્ટિક શૂટ કરતી વખતે અલી ગોનીને ફરી ઈજા થઈ છે. તેને આંખમાં ઈજા થઈ છે.
પૉપ્યુલર ટેલીવિઝન એક્ટર અલી ગોની ઘણાં સમયથી એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને તેની ફેન ફૉલોઈંગ પણ મોટી સંખ્યામાં વધી રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એક્ટર ટેલીવિઝનથી દૂર છે પણ તે સતત મ્યૂઝિક વીડિયોઝ અને ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે જોડાયેલો રહે છે. આ બધા વચ્ચે તાજેતરમાં જ અલી ગોનીએ પોતાની ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીન સાથે પોતાના એક મ્યૂઝિક વીડિયો `અલ્લાહ દે બંદેયા`નું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો. અલી ગોની એ પોતે સોશિયલ મીડિયા પર મ્યૂઝિક વીડિયોના શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થવાનો વીડિયો પોસ્ટ સાથે શૅર કરી આ વાતની માહિતી આપી હતી.
પણ આજે ફ્રી પ્રેસ જર્નલ તરફથી જે વીડિયો શૅર કરવામાં આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે અલી ગોની અને જાસ્મીન ભસીન એક રોમેન્ટિક સીન શૂટ કરી રહ્યાં હતાં આ દરમિયાન અલી ગોનીને ફરી ઈજા થઈ છે.
પહેલા શૂટ દરમિયાન અલી ગોનીએ જે પ્રમાણે જણાવ્યું તેમાં તેને પગમાં 3 લીગામેન્ટ ટીયર અને ઘણાંબધા સ્પ્રેઇન થયા હતા પણ આ વખતે તેને આંખમાં ઈજા થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અલી ગોનીને આંખમાં ઈજા થતાં જાસ્મીન ભસીન તેને પૂછી રહી છે કે વધારે લાગી ગયું છે કે શું? અલી ગોની સતત બોલી રહ્યો છે "ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે.." આ પહેલા પણ જ્યારે મ્યૂઝિક વીડિયોના શૂટ દરમિયાન અલી ગોનીને ઈજા થઈ હતી ત્યારે પણ તેણે શૂટ પૂરું કર્યું હતું, આ વખતે પણ અલી ગોની આવા જ પ્રયત્ન કરી રહ્યો છે.
અલી ગોની મ્યૂઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન થયો ઈજાગ્રસ્ત
અલી ગોનીએ સોશિયલ મીડિયા પર શૂટિંગ પહેલાની એક બીટીએસ ક્લિપ શૅર કરતા જણાવ્યું કે પોતાના મ્યૂઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આની સાથે જ એક્ટરે પોતાની નોટમાં ટીમ અને લેડી લન જાસ્મિન ભસીનને કૅર કરવા માટે થેન્કૂય પણ કહ્યું છે. અલીએ પોતાની નોટમાં લખ્યું છે, "આ પહાડ પર ચડતી વખતે મારો પગ ટ્વિસ્ટ થઈ ગયો, કોઈને કહ્યું નહોતું, કારણકે હું નહોતો ઇચ્છતો કે શૂટિંગમાં મોડું થાય કારણકે આ અમારો શૂટનો છેલ્લો દિવસ હતો અને આખરે શૉટ બાદ હું પીડાથી બ્લેકઆઉટ થઈ ગયો. અમે હૉસ્પિટલમાં જઈને એમઆરઆઈ કરાવ્યો તો ખબર પડી કે ત્રણ લીગામેન્ટ ટિયર અને અનેક સ્પ્રેઇન છે અને પછી મને 8 અઠવાડિયા માટે આરામ કરવા માટે કહેવામાં આવ્યું, મારી કૅર કરવા માટે જાસ્મીન ભસીન અને દેસી મેલોડીઝ ટીમને સ્પેશિયલ થેન્ક્યૂ"
અલી ગોની અને જાસ્મીન ભસીનનો મ્યૂઝિક વીડિયો 9 ઑગસ્ટે થયો રિલીઝ
નોંધનીય છે કે અલી ગોની અને જાસ્મીન ભસીને `અલ્લાહ દે બંદેયા` નામના એક મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો 9 ઑગસ્ટ, 2023ના રોજ રિલીઝ થયો હતો. હિટ રિયાલિટી શૉ `બિગ બૉસ 14`માં અલી ગોની અને જાસ્મીન ભસીનને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. ત્યારથી તેમના સંબંધ મજબૂત થઈ રહ્યા છે અને તે એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત પણ કરે છે.