Akhiyan: બ્રેકઅપની ચર્ચા વચ્ચે કરણ કુન્દ્રાના નવા ગીતનું પોસ્ટર રિલીઝ, વાંચો વધુ

23 September, 2022 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પોતાના સંબંધોને લઈને તો સતત ચર્ચામાં રહે જ છે પણ હાલ કરણ કુન્દ્રા આ સિવાય પણ હજી એક કારણસર ચર્ચામાં છવાયેલો છે. આ કારણ બીજું કંઈ નહીં પણ એરિકા ફર્નાન્ડિઝ સાથે આવનારું તેનું આગામી ગીત છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

કરણ કુન્દ્રા (Karan Kundrra) અને તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) પોતાના સંબંધોને લઈને તો સતત ચર્ચામાં રહે જ છે પણ હાલ કરણ કુન્દ્રા (Karan Kundrra) આ સિવાય પણ હજી એક કારણસર ચર્ચામાં છવાયેલો છે. આ કારણ બીજું કંઈ નહીં પણ એરિકા ફર્નાન્ડિઝ (Erica Fernandis) સાથે આવનારું તેનું આગામી ગીત છે.

કરણ કુન્દ્રા આ વખતે તેજસ્વી પ્રકાશ સાથે નહીં પણ એરિકા ફર્નાન્ડિઝ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. કરણ કુન્દ્રાએ આ ગીતનું પોસ્ટર શૅર કર્યું છે સાથે તેણે લખ્યું છે કે, "આ છે અમારા નવા ગીત અખિયાંનો ફર્સ્ટ લૂક." સાથે જ તેણે ગીત સાથે જોડાયેલા લોકોને ટૅગ પણ કર્યા છે.

અહીં જુઓ પોસ્ટર : 

આ પણ વાંચો : તેજસ્વી સાથે લગ્ન કરવા આતુર છે કરણ કુન્દ્રા

જણાવવાનું કે, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના બ્રેકઅપની સતત ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ તેમણે એક ફ્લેટની ખરીદી કરી હતી જે અંગે સ્પષ્ટતા આપતા કરણ કુન્દ્રાએ કહ્યું હતું કે આ ઘરની ખરીદી પણ માત્ર તેજસ્વીએ કરી છે. 

karan kundra entertainment news television news indian television