એક ઍક્ટ્રેસ, બે કૅરૅક્ટર અને એક સિરિયલ

20 March, 2020 03:05 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

એક ઍક્ટ્રેસ, બે કૅરૅક્ટર અને એક સિરિયલ

આકાંક્ષા જુનેજા

રેરેસ્ટ ઑફ ધ રેર. હા, ભાગ્યે જ કોઈ એક કૅરૅક્ટરને એક જ સિરિયલમાં બે સાવ જ અલગ-અલગ કૅરૅક્ટર મળતાં હોય છે, પણ આકાંક્ષા જુનેજા સાથે એવું જ બન્યું અને ઍન્ડટીવીની માઇથોલૉજિકલ સિરિયલ ‘કહત હનુમાન જયશ્રી રામ’માં હવે તે ફરીથી દાખલ થઈ રહી છે. આકાંક્ષાએ અગાઉ આ જ સિરિયલમાં શિવજીનો સ્ત્રીઅવતાર કર્યો હતો. તેના પર્ફોર્મન્સનાં વખાણ થતાં તેને હવે ફરીથી સિરિયલમાં લાવવામાં આવી છે. આ વખતે તે સિંહિકાના કૅરૅક્ટરમાં છે. સિંહિકાના કૅરૅક્ટર માટે આકાંક્ષાએ દરરોજ ૪ કલાક મેકઅપ કરવો પડે છે. સિંહિકા એ હકીકતમાં રાહુનું મસ્તક અને કેતુનો દેહ ધરાવે છે. સિંહિકાની બન્ને આંખોનો રંગ પણ જુદો છે અને તેનું કૅરૅક્ટર પણ અત્યંત ધાર્મિક સ્વભાવથી લઈને ભારોભાર હિંસાવાદી છે.

આકાંક્ષાએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે કૅરૅક્ટર કરનારા ઍક્ટરને બધા ઓળખી જાય છે પણ ઍક્ટિંગથી ચૅનલ અને પ્રોડ્યુસર એટલા ખુશ હતા કે તેમણે મને ફરીથી નવું કૅરૅક્ટર ઑફર કરી એ કૅરૅક્ટરનો ગેટઅપ જોઈને જ મેં એ કરવાની હા પાડી દીધી હતી.’

television news tv show