ટ્વિટર પર આવ્યા 'રામાયણ'ના રામ ભગવાન, પરંતુ ઓળખવા મુશ્કેલ

05 April, 2020 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્વિટર પર આવ્યા 'રામાયણ'ના રામ ભગવાન, પરંતુ ઓળખવા મુશ્કેલ

રામ ભગવાનના અવતારમા અરુણ ગોવિલ

કોરોના વાઈરસથી બચવા માટે દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. આ કારણથી ટીવી શૉઝની શૂટિંગ પણ બંધ કરવામાં આવી છે. શૂટિંગ બંધ થયા બાદ ચેનલ્સ પર જૂના શૉ પુન:પ્રસારિત થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે રામાનંદ સાગરની જાણીતી સીરિયલ 'રામાયણ'ને પણ ફરીથી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહી છે. આ શૉ જબરદસ્ત ટીઆરપી રેટિંગ્સ એકત્રિત કરી રહ્યો છે. હવે ટ્વિટપર પર એના લીડ એક્ટર અરુણ ગોવિલે એન્ટ્રી મારી છે. જોકે અરુણ ગોવિલના નામથી એક સાથે એટલા અકાઉન્ટ બની ગયા છે, કે એમને ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે.

એક સમય રામાયણમાં કામ કરનારા ટીવી એક્ટર્સનો પણ એટલો જ ક્રેઝ હતો કે તેઓ પૂજાતા હતા. હાલમાં પણ એમના માટે ટ્વિટર પર એવો જ ક્રેઝ દેખાઈ રહ્યો છે. શનિવારે @TheArunGovi અકાઉન્ટથી એક ટ્વિટ આવ્યું, એમાં લખ્યું, 'આખરે હું ટ્વિટર પર જોડાયો. જય શ્રી રામ'. આ ટ્વિટને અત્યાર સુધી 62 હજારથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. જ્યાં આ અકાઉન્ટના 36 હજારથી વધારે ફૉલોઅર છે.

 

 

@RealArunGovi

એ સિવાય બીજો એક ટ્વિટર અકાઉન્ટ પોતાની જાતને અરુણ ગોવિલ હોવાનો દાવો કરી રહ્યાછે. આ અકાઉન્ટ પણ શનિવારે એક્ટિવ થયું છે. એમાં પણ એવો જ બાયો લખવામાં આવ્યો છે, જેવો પહેલો લખ્યો હતો. જોકે આ અકાઉન્ટથી ત્રણ કલાક પહેલા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં દર્શાવવામાં આવ્યું કે મારી જૂની આઈડી @arungovil12 હવે એક્ટિવ નથી. બાકી ખબર નહીં, બસ ખાલી મારા નામ પર કોઈ ખોટી પોસ્ટ નહીં કરે.

 

 

જણાવી દઈએ કે @arungovil12 નામનું અકાઉન્ટ વર્ષ 2011થી એક્ટિવ છે. આ અકાઉન્ટથી અંતિમ ટ્વિટ નવેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. જોકે એ અકાઉન્ટ પર કોઈ પણ બ્લૂ ટિક નથી. જો ફેસબુકની વાત કરીએ તો, અરુણ ગોવિલના નામથી ઑફિશ્યિલ અકાઉન્ટ છે. જે ઘણા પોસ્ટ @RealArunGovil અકાઉન્ટથી મળતા સમાન છે.



અસલી કોણ?

આ ત્રણેવ અકાઉન્ટ સિવાય પણ ઘણા બીજા અકાઉન્ટ એક જેવા નામ અને ઓળખ સાથે એક્ટિવ છે. એમાં ખાસ વાત એ છે કે લગભગ બધા અકાઉન્ટ શનિવાર અને રવિવારની વચ્ચે એક્ટિવ થયા છે. હવે ફૅન્સના સવાલ છે કે આ બધામાંથી અસલી અરુણ ગોવિલ કોણ છે?

ramayan twitter television news tv show