05 November, 2022 08:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીના દત્તાના પેટ ડૉગનું અવસાન થતાં થોડો સમય ‘બિગ બૉસ’ના હાઉસમાંથી થશે બહાર
ટીના દત્તાના પેટ ડૉગ રાનીનું અવસાન થતાં ‘બિગ બૉસ 16’ના હાઉસમાંથી તેને થોડો સમય માટે બહાર મોકવલવામાં આવશે. કન્ફેશન રૂમમાં ટીનાને બિગ બૉસ કહે છે કે બહારની દુનિયામાં તારી લાઇફમાં કંઈક તો ઘટ્યું છે. એથી તેને આ હાઉસ થોડા સમય માટે છોડીને જવાનું રહેશે. આ સાંભળતાં જ ટીના ચોંકી જાય છે. તેને બાદમાં જણાવવામાં આવે છે કે તેની પેટ ડૉગ રાનીનું અવસાન થયું છે. ગયા અઠવાડિયે રાનીના ખરાબ સ્વાસ્થ્ય વિશે તેને માહિતી આપવામાં આવી હતી. કન્ફેશન રૂમમાંથી ટીના જ્યારે પાછી આવે છે તો શાલીન તેને ઇમોશનલ સપોર્ટ આપતાં એ વિશે પૂછે છે. તો ટીના તેને કહે છે કે ‘મારી સાથે બહાર આવ. મારે વૉશરૂમમાં જવું છે. મને ઊબકા આવી રહ્યા છે. બિગ બૉસે મને જણાવ્યું છે કે મારી ડૉગી રાનીનું આજે અવસાન થયું છે. સૌથી દુ:ખની વાત તો એ છે કે હું એની અંતિમ વિધિમાં પણ સામેલ ન થઈ શકી.’