સલમાન પછી કિંગ ખાન પણ સિરિયલ પ્રોડક્શનમાં આવશે

02 January, 2020 01:02 PM IST  |  Rajkot | Rashmin Shah

સલમાન પછી કિંગ ખાન પણ સિરિયલ પ્રોડક્શનમાં આવશે

શાહરુખ ખાન

કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં સલમાન ખાનની કંપની પ્રોડ્યુસર બન્યા પછી હવે શાહરુખ ખાન પણ ટીવી પ્રોડક્શનમાં ફરી આવી રહ્યો છે. શાહરુખની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે આ અગાઉ ટીવી-સિરિયલ પ્રોડક્શન કર્યું હતું, પણ એમાં ખાસ કંઈ ઉકાળી નહીં શકતાં ૨૦૧૧ પછી ટીવી પ્રોડક્શન યુનિટ બંધ કરી દીધું અને ફિલ્મ પ્રોડક્શન પર ધ્યાન આપ્યું હતું. હવે વેબ-સિરીઝ પ્રોડક્શન શરૂ કર્યા પછી શાહરુખ ખાન અને ગૌરી ખાને કંપનીના ટીવી પ્રોડક્શન યુનિટને રીવાઇવ કર્યું છે અને સિરિયલ પ્રોડક્શનમાં આવવાની તૈયારીઓ શરૂ કરી છે.

આ ટીવી પ્રોડક્શન માટે કંપનીએ ઑલરેડી પાંચથી વધારે નૉવેલના રાઇટ્સ લીધા છે તો સાથોસાથ પોતાના જ હોમ પ્રોડક્શનમાં બનેલી ‘ઘર કી બાત હૈ’ની નવી સીઝનનું રાઇટિંગ પણ શરૂ કરાવ્યું છે. એનડીટીવી ઇમેજિન પર આવેલા આ કૉમેડી શોમાં અલી અસગર, સુમિત રાઘવન, જુહી બબ્બર અને સ્વપ્નિલ જોષી લીડ સ્ટાર હતાં. ‘ઘર કી બાત હૈ’ની આ નવી સીઝનનું પ્રેઝન્ટેશન ઝી ટીવીને આપવામાં આવ્યું છે.

Shah Rukh Khan television news Rashmin Shah