ખતરોં કે ખિલાડી: કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન વચ્ચે થશે ફાઈનલ જંગ

25 August, 2020 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખતરોં કે ખિલાડી: કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન વચ્ચે થશે ફાઈનલ જંગ

નિયા શર્મા, કરણ વાહી અને જાસ્મીન ભસીન

ટેલિવિઝનનો સૌથી ખતરનાક અને સ્ટન્ટથી ભરેલો રોહિત શેટ્ટીનો શૉ ખતરોં કે ખિલાડી- મેડ ઈન ઈન્ડિયા હવે સમાપ્ત થવાનો છે. કોરોના વાઈરસના લીધે આ શૉ પહેલીવાર મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો છે. પાછલા સીઝનના સ્પર્ધકોએ આ સિઝનમાં ભાગ લીધો છે. સાથે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ વખતે ફિનાલેમાં કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન ભસીન પહોંચી ગયા છે.

કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન ભસીન વચ્ચે ખતરોં કે ખિલાડી- મેડ ઈન ઈન્ડિયા ટાઈટલ જીતવાની જંગ ઘણી રસપ્રદ રહેશે. આ શૉ રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યા છે.

મળેલી માહિતી અનુસાર ખતરોં કે ખિલાડી શૉની ટીમ અંતિમ કામને શૂટ કરી રહી છે. તેમ જ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે કરણ વાહી આ વખતે ફિનાલેને પોતાના નામે કરી શકે છે.

સાથે જ નિયા અને જાસ્મીનએ અંતિમ રાઉન્ડમાં કરણ સાથે જોડાવા માટે સેમીફાઈનલ ટાસ્ક જીત્યો છે. રસપ્રદ વાત એ છે કે રવિવારના એપિસોડમાં જાસ્મિનને દૂર કરવામાં આવી હતી, પરંતુ તેને નો-એલિમિનેશન વીક કહેવામાં આવ્યું હતું, એટલે શૉથી બહાર નીકળવાથી બચી ગઈ.

કરણ વાહી, નિયા શર્મા અને જાસ્મીન ભસીન સિવાય આ સીઝનમાં કરણ પટેલ, ઋત્વિક ધનજાની, ભારતી સિંહ, અલી ગોની, હર્ષ લિમ્બાચિયા, જય ભાનુશાળીએ ભાગ લીધો હતો. ફિલ્મ નિર્માતા ફારાહ ખાને પહેલા બે એપિસોડ માટે રોહિત શેટ્ટીની જગ્યાએ આ શૉને હોસ્ટ કર્યો હતો. મુંબઈમાં શૂટિંગ દરમિયાન અનેક અડચણોનો સામનો કરવો પડ્યો, તેમ છતાં ટીમે ઘણા ડેરિંગ સ્ટન્ટ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

khatron ke khiladi rohit shetty nia sharma karan wahi television news tv show entertainment news