સ્ટન્ટ કરવામાં ખૂબ જ મજા આવે છે અદિતિ શર્માને

21 November, 2019 10:08 AM IST  |  Mumbai

સ્ટન્ટ કરવામાં ખૂબ જ મજા આવે છે અદિતિ શર્માને

અદિતી શર્મા

અદિતિ શર્માને ‘યે જાદુ હૈ જિન કા’ના સેટ પર સ્ટન્ટ કરવાની ખૂબ જ મજા આવે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલમાં સાસ-બહૂના ડ્રામા અને સુપરનૅચરલ શોની વચ્ચે આ એક અલગ જ શો બનાવવામાં આવ્યો છે. આ શોના એક દૃશ્ય માટે અદિતિ શર્માએ ૧૦ ફૂટની એક ખાઈમાં કૂદવાનું હતું. આ માટે કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્ટન્ટ વિશે વાત કરતાં અદિતિએ કહ્યું હતું કે ‘મને ઊંચાઈ અથવા તો અંધારાથી ડર નથી લાગતો, પરંતુ આ શૂટિંગ દરમ્યાન મને ખૂબ જ મજા આવી હતી. હાલમાં જ અમે જંગલમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન મારે ઉઘાડા પગે શૂટ કરવાનું હતું. આ દરમ્યાન મારા પગમાં પથ્થર અને કાંટાને કારણે ઘણી ઈજા થઈ હતી, પરંતુ એમ છતાં મેં શૂટિંગ ચાલું રાખ્યું હતું.’

tv show