અનુપમાની રાહીએ કરી લીધી સગાઈ

28 January, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સગાઈ-સમારોહ એકદમ સિમ્પલ રાખવામાં આવ્યો હતો જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકનાં સગાંસંબંધીઓ હાજર રહ્યાં હતાં.

અદ્રિજા રૉયે પોતાના લાંબા સમયના બૉયફ્રેન્ડ વિજ્ઞેશ ઐયર સાથે સગાઈ કરી લીધી

ટીવી-સિરિયલ ‘અનુપમા’માં ‘રાહી’નું લોકપ્રિય પાત્ર ભજવનારી અભિનેત્રી અદ્રિજા રૉયે પોતાના લાંબા સમયના બૉયફ્રેન્ડ વિજ્ઞેશ ઐયર સાથે સગાઈ કરી લીધી છે. આ સગાઈ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં યોજાઈ હતી જેમાં કાંજીવરમ સાડી પહેરીને અદ્રિજા ખૂબ સુંદર લાગી રહી હતી. અદ્રિજાએ પોતાની સગાઈની ઘણી સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.

આ સગાઈ-સમારોહ એકદમ સિમ્પલ રાખવામાં આવ્યો હતો જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકનાં સગાંસંબંધીઓ હાજર રહ્યાં હતાં. અદ્રિજા અને વિજ્ઞેશ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. થોડા દિવસ પહેલાં જ બન્નેએ મથુરા-વૃંદાવન જઈને બાંકે બિહારીના આશીર્વાદ લીધા હતા.

television news indian television anupamaa entertainment news