જાણો કેમ વાયરલ થઈ રહ્યો છે 'રામાયણ' યુદ્ધનો આ સીન, જુઓ વીડિયો

15 May, 2020 07:15 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જાણો કેમ વાયરલ થઈ રહ્યો છે 'રામાયણ' યુદ્ધનો આ સીન, જુઓ વીડિયો

લક્ષ્મન (સુનીલ લહરી)

દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ફરી એકવાર આ શૉ દરેક ઘરમાં લોકપ્રિય થયો છે. તો ટીઆરપીમાં 'રામાયણ' નંબર 1 પર ટકી રહી. આ શૉએ ટીઆરપીના અત્યાર સુધીના બધાં જ રેકૉર્ડ તોડી દીધા છે. દૂરદર્શન પર પૂરો થયા બાદ હવે આ શૉ સ્ટાર પ્લસ પર રી-ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે. શૉ શરૂ થતાંની સાથે જ આ શૉના કેરેક્ટર્સ પણ સતત ચર્ચામાં રહે છે. તે શૉ સાથે જોડાયેલા કેટલાક જૂના કિસ્સાઓ એક પછી એક શૅર કરે છે. આ દરમિયાન 'રામાયણ'ના યુદ્ધનો એક સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સામાન્ય લોકો તો ઠીક પણ અભિનાતા કરણવીર બોહરાએ પણ શૅર કર્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 'રામાયણ'ના વૉર સીનના બૅકગ્રાઉન્ડમાં એક સૈનિક યુદ્ધને બદલે ડાન્સ સ્ટેપ કરતો દેખાય છે. તો બૅક ગ્રાઉન્ડમાં એક્ટર આયુશ શર્માની ફિલ્મ 'લવરાત્રિ'નું ફેમસ ગીત 'છોગાડા તારા હો છબીલા તારા' વાગી રહ્યું છે. આ વીડિયો જોઇને તમે પણ હસવા માંડશો. વીડિયો જોઈને એવું લાગે છે કે તલવાર હાથમાં પકડીને સામેવાળા યોદ્ધા સાથે યુદ્ધ નહીં પણ તેની સાથે ગરબા રમી રહ્યો છે.

અભિનેતા કરણવીર બોહરાએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ વીડિયો શૅર કરતાં તેણે લખ્યું છે કે, "મારે આ પોસ્ટ કરવું પડ્યું કારણકે આપણે વિચારીએ છીએ કે તેમણે કેવો જબરજસ્ત ઐતિહાસિક વૉર સીન ક્રિએટ કર્યો છે બિલકુલ ગેમ ઑફ થ્રોન્સની જેમ."

જણાવીએ કે આ પહેલા 'મહાભારત'ના એક સીનની તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં ભીષ્મ પિતામહની પાછળ કૂલર રાખેલું દેખાતું હતું. પણ પછી ખબર પડી કે તે કૂલર નહીં પણ પિલર છે.

ramayan television news entertainment news