આપકી નઝરોં ને સમઝાનું શૂટિંગ દ્વારકામાં થયું

23 February, 2021 12:43 PM IST  |  Rajkot | Mumbai correspondent

આપકી નઝરોં ને સમઝાનું શૂટિંગ દ્વારકામાં થયું

આપકી નઝરોં ને સમઝાનું શૂટિંગ દ્વારકામાં થયું

પહેલાં સોમનાથ, પછી વડોદરા અને હવે દ્વારકા. સ્ટાર પ્લસના નવા શો ‘આપકી નઝરોં ને સમઝા’નું શૂટ દ્વારકાથી શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકાના જગતમંદિરની બહારનો વિસ્તાર, ગોમતી નદી, દરિયાકિનારેથી માંડીને અલગ-અલગ જગ્યાએ સિરિયલ માટે શૂટિંગ કરવામાં આવ્યું. શોના લીડ સ્ટાર વિજેન્દ્ર કુમારિયાએ કહ્યું કે ‘ભાગ્યે જ કોઈને ખબર છે કે ગુજરાત મારું હોમટાઉન છે. શો ગુજરાત બેઝ્‍ડ છે એટલે મેં કહ્યું કે આપણે ગુજરાત જવું જોઈએ. મેં થોડા ફોટોગ્રાફ્સ ચૅનલને દેખાડ્યા અને ચૅનલ તરત જ તૈયાર થઈ ગઈ.’
વિજેન્દ્રની સામે લીડ સ્ટાર તરીકે રુચા રાઠૌર છે. રુચાએ કહ્યું કે ‘દ્વારકાનું નામ મેં સાંભળ્યું હતું, બધી વાતો ખબર હતી, પણ મેં ક્યારેય દ્વારકા જોયું નહોતું. અમે અહીંથી શૂટ શરૂ કર્યું, પણ એ પહેલાં મેં દ્વારકાધીશની આરતી કરી અને એ પછી શૂટ શરૂ કર્યું. દ્વારકામાં મને સૌથી વધારે જો કંઈ ગમ્યું હોય તો એ કે આજે પણ આ શહેરમાં એકલા ફરવાની જરા પણ બીક લાગતી નથી. એવું જ લાગે જાણે હજી પણ કૃષ્ણનું જ રાજ ચાલી રહ્યું છે.’

dwarka indian television television news entertainment news