ઝીફાઇવ ઝિંદગીની એક જૂઠી લવ-સ્ટોરી

14 October, 2020 10:26 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ઝીફાઇવ ઝિંદગીની એક જૂઠી લવ-સ્ટોરી

ઝીફાઇવ ઝિંદગીની એક જૂઠી લવ-સ્ટોરી

વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર ઝિંદગી ચૅનલ ફરી શરૂ કરવામાં આવી છે જેમાં જૂના શો સાથે નવા શો પણ રિલીઝ થઈ રહ્યા છે. ઝીફાઇવ ઝિંદગીના પહેલા શોને સફળતા મળ્યા બાદ હવે બીજો શો ‘એક જૂઠી લવ-સ્ટોરી’ ૩૦ ઑક્ટોબરે રિલીઝ થવાનો છે. ‘એક જૂઠી લવ-સ્ટોરી’ કૉમેડી ફૅમિલી ડ્રામા છે જેમાં લગ્ન માટે આદર્શ છોકરી કે છોકરો શોધતા પરિવારની વાત છે. સોહેલ અને સલમા પર્ફેક્ટ લાઇફ-પાર્ટનરની શોધમાં હોય છે અને ફેસબુક પર ફેક પ્રોફાઇલ બનાવ્યા બાદ બન્નેની જિંદગીમાં ગૂંચવણ ઊભી થાય છે.
આ શો ‘પર્ફેક્ટ લાઇફ’નું સપનું જોતા એક મધ્યમવર્ગીય પરિવારની વિચારધારાને દર્શાવે છે. ‘એક જૂઠી લવ-સ્ટોરી’માં બિલાલ અબ્બાસ ખાન અને મદિહા ઇમામ લીડ રોલમાં છે, તો જાણીતા શો ‘ઝિંદગી ગુલઝાર હૈ’ના રાઇટર્સ દ્વારા જ આ સિરીઝ લખવામાં આવી છે.

mumbai television news entertainment news