6.5 કરોડની જગ્યાએ હવે બિગ બૉસ માટે સલમાનને મળશે 8.5 કરોડ રૂપિયા?

27 November, 2019 01:35 PM IST  |  Mumbai

6.5 કરોડની જગ્યાએ હવે બિગ બૉસ માટે સલમાનને મળશે 8.5 કરોડ રૂપિયા?

સલમાન ખાન

‘બિગ બૉસ ૧૩’માં પાંચ અઠવાડિયા વધારવામાં આવતા સલમાન ખાનને દરેક એપિસોડ માટે બે કરોડ રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. શોનું ફિનાલે હવે ફેબ્રુઆરીમાં થવાનું છે. એથી સલમાન હૉસ્ટ તરીકે કન્ટિન્યુ રહે એ માટે શોનાં પ્રોડ્યુસર્સે આટલી માતબર રકમ તેને ઑફર કરી હોય એવું માનવામાં આવી રહ્યું છે. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાને પહેલાં જ ચોખવટ કરી હતી કે તેની ફિલ્મોને કારણે તે વધારવામાં આવેલા એપિસોડમાં કામ નહીં કરે. સલમાન ‘દબંગ ૩’નાં પોસ્ટ પ્રોડક્શનનાં કામમાં અને ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’નાં શૂટિંગમાં પણ ખાસ્સો બિઝી છે. તે ‘બિગ બૉસ 4’થી આ શો સાથે જોડાયેલો છે. આ સીઝનમાં તેને દરેક એપિસોડનાં સાડા છ કરોડ રૂપિયા ચુકવવામાં આવે છે. જોકે હવે બે કરોડ એક્સ્ટ્રા મળવાની વાત સાચી હોય તો તેને એક એપિસોડનાં સાડા આઠ કરોડ રૂપિયા આપવામાં આવશે. આખી સીઝનની તેની ઇન્કમ ગણવામાં આવે તો આ વધારા સાથે તેને ૨૦૦ કરોડથી પણ વધુ રકમ મળશે. દર વર્ષે સલમાન આ શોને કરવાની ના પાડે છે અને આ શોમાં લાવવા માટે પ્રોડ્યુસર્સ તેની ફીમાં વધારો કરે છે. અન્ય ભાષાના ‘બિગ બૉસ’નાં તમામ હૉસ્ટની તમામ સીઝનની ઇન્કમ પણ જો એક કરવામાં આવે તો પણ સૌથી વધુ ફી એકલા સલમાનને આપવામાં આવે છે.

Salman Khan Bigg Boss 13 television news