‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનને હવે સલમાન નહીં, કરણ જોહર હોસ્ટ કરશે?

15 January, 2023 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ કરણે ‘બિગ બૉસ OTT’ પણ હોસ્ટ કર્યો હતો. એવું જાણવા મળ્યું છે કે સલમાનનો કૉન્ટ્રૅક્ટ ખતમ થયો છે

કરણ જોહર

સલમાન ખાન હવે ‘બિગ બૉસ 16’ના ‘વીક એન્ડ કા વાર’ને હોસ્ટ નહીં કરે. તેને બદલે હવે કરણ જોહર આ રિયલિટી શોને હોસ્ટ કરવાનો છે એવી ચર્ચા છે. અગાઉ કરણે ‘બિગ બૉસ OTT’ પણ હોસ્ટ કર્યો હતો. એવું જાણવા મળ્યું છે કે સલમાનનો કૉન્ટ્રૅક્ટ ખતમ થયો છે. ‘બિગ બૉસ 16’માંથી શ્રીજીતા ડે અને અબ્દુ રોઝિકની એક્ઝિટ થઈ ગઈ છે. અબ્દુને તેનાં કમિટમેન્ટ્સને કારણે શોમાંથી બહાર જવું પડ્યું છે, એવામાં લોકોને જ્યારે જાણ થઈ કે હવે સલમાન પણ આ શોમાં નહીં દેખાય ત્યારે સોશ્યલ મીડિયામાં તેના ફૅન્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જોકે સલમાનની એક્ઝિટ વિશે ચોક્કસ માહિતી હજી સુધી મળી શકી નથી. શો એક્સ્ટેન્ડ કરવામાં આવ્યો હોવાથી અને સલમાનનાં કમિટમેન્ટ હોવાથી તે કેટલાક એપિસોડને હોસ્ટ નહીં કરે એવી શક્યતા છે. મોટા ભાગે સલમાનની જગ્યાએ ફારાહ ખાનને બોલાવવામાં આવતી હતી. જોકે આ વખતે તેનો ભાઈ ઘરમાં હોવાથી તે શો હોસ્ટ નહીં કરી શકે.

entertainment news television news Salman Khan karan johar