શું સોની ખરીદશે કલર્સ? બન્ને વચ્ચે ડીલ ફાઈનલ

02 January, 2020 11:17 AM IST  |  Mumbai

શું સોની ખરીદશે કલર્સ? બન્ને વચ્ચે ડીલ ફાઈનલ

સોની ટીવી

એકધારી દોડી રહેલી તમામ ચૅનલો વચ્ચે પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહેલી સોની ટીવીએ રિજનલ ચૅનલ શરૂ કરવાની દિશામાં પહેલું પગથિયું ઑલરેડી ‘સોની મરાઠી’ શરૂ કરીને ઉપાડી લીધું છે ત્યારે સોની ટીવી હવે નવો મોટો જમ્પ મારવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત આવી છે. ઇન્ડસ્ટ્રીના બિગ શૉટ્સના કહેવા મુજબ સોની ટીવી અને કલર્સ વચ્ચે ડીલ ચાલી રહી છે. જો ડીલની બધી શરતો પૂરી થઈ અને બન્ને પક્ષને એ માન્ય રહી તો કલર્સ ગ્રુપની તમામ ચૅનલોમાં સોની ટીવી સ્ટેક લેશે.

હિન્દી ઉપરાંત કલર્સ ગ્રુપની ગુજરાતી, તેલુગુ, કન્નડ, તામિલ, મરાઠી અને બંગલા લેન્ગવેજની ચૅનલ પણ છે તો આ ઉપરાંત પણ કલર્સ ગ્રુપ પાસે ન્યુઝની આઠ ચૅનલ, એમટીવી, વીએચ૧, ઇન્ફિનિટી અને એમટીવી બીટ્સ નામની હિન્દી મ્યુઝિકની એક ચૅનલ પણ છે. સોની પિક્ચર્સ પાસે પોતાની ફ્લૅગશિપ ચૅનલ સોની ટીવી ઉપરાંત સોની સબ, સેટમેક્સ, સોની મિક્સ, બાળકો માટેની સોની યા, સોની મરાઠી, સોની વાહ, સોની પિક્સ, સોની ટેન, સોની ઈએસપીએન, સોની મેક્સ અને સોની બીબીસી અર્થ જેવી સોળ જેટલી ચૅનલ છે. સોની પિક્ચર્સ કલર્સ ગ્રુપની તમામ ચૅનલો માટે ડીલ કરશે કે પછી માત્ર એન્ટરટેઇનમેન્ટ ચૅનલો પર એનું ફોક્સ છે એ હજી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું.

સોની કલર્સ ગ્રુપની ચૅનલો ટેકઓવર કરશે, વાયકોમ-૧૮ ગ્રુપમાં સ્ટેક ખરીદશે કે પછી બન્ને ગ્રુપનું મર્જર થાય. આ તમામ સંજોગોમાં સોની ગ્રુપ દેશનું સૌથી મોટું ચૅનલ-બુકેનું ઓનર બનશે એ નક્કી છે.

જો સોની-કલર્સ વચ્ચે ડીલ થઈ તો દેશમાં સૌથી વધુ જોવાતા સાત રિયલિટી શો પૈકીના ‘કૌન બનેગા કરોડપતિ’, ‘ઇન્ડિયન આઇડલ’, ‘ઇન્ડિયા’ઝ ગોટ ટેલન્ટ’, ‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બૉસ’ના રાઇટ્સ સોની ટીવીના થશે

sony entertainment television colors tv entertaintment