ઇન્ડિયન આઇડલ આદિત્ય નારાયણને બદલે જય ભાનુશાલી હોસ્ટ કરશે?

11 December, 2019 02:49 PM IST  |  Ahmedabad | parth dave

ઇન્ડિયન આઇડલ આદિત્ય નારાયણને બદલે જય ભાનુશાલી હોસ્ટ કરશે?

લંડનના રિયલિટી શો ‘પૉપ આઇડલ’નું ભારતીય વર્ઝન ‘ઇન્ડિયન આઇડલ’ સોની ટીવી પર ૨૦૦૪માં શરૂ થયું હતું. ‍એની પહેલી સીઝન ૨૦૦૪-’૦૫ દરમ્યાન આવી હતી અને ગઈ ૧૨ ઑક્ટોબરથી એની ૧૧મી સીઝન શરૂ થઈ જે અત્યારે ચાલી રહી છે. આ ૧૧મી સીઝનમાં જજ તરીકે નેહા કક્કર, વિશાલ દદલાની અને અનુ મલિક હતાં, પરંતુ ‘મીટુ’ મૂવમેન્ટ અંતર્ગત લાગેલા આરોપને કારણે સંગીતકાર અનુ મલિક એમાંથી નીકળી ગયા અને તેમની જગ્યા હિમેશ રેશમિયાએ લીધી હતી, પણ હવે સમાચાર આવી રહ્યા છે કે હાલમાં સંચાલન કરી રહેલો ગાયક આદિત્ય નારાયણ પણ આ શોમાંથી નીકળી જવાનો છે અને તેની જગ્યા અભિનેતા અને હોસ્ટ જય ભાનુશાલી લેશે. ઉલ્લેખનીય છે કે જય ભાનુશાલી ડાન્સ ઇન્ડિયા ડાન્સ, ધ વૉઇસ ઇન્ડિયા કિડ્સ, સબસે બડા કલાકાર તથા તાજેતરમાં પૂરા થયેલા ‘સુપરસ્ટાર સિંગર’ જેવા રિયલિટી શો હોસ્ટ કરી ચૂક્યો છે.

aditya narayan jay bhanushali entertaintment television news indian idol