મેરે ડૅડ કી દુલ્હનમાં બે નવા ચહેરા જોવા મળશે

08 January, 2020 03:26 PM IST  |  Ahmedabad | Parth Dave

મેરે ડૅડ કી દુલ્હનમાં બે નવા ચહેરા જોવા મળશે

મેરે ડૅડ કી દુલ્હન

સોની ટીવી પર ચાલી રહેલા શો ‘મેરે ડૅડ કી દુલ્હન’માં વરુણ બડોલા, શ્વેતા તિવારી અને અંજલિ તતરારી મુખ્ય ભૂમિકામાં છે. DJ’s ક્રીએટિવ યુનિટ દ્વારા નિર્મિત આ શોમાં હવે બે નવા ચહેરાની એન્ટ્રી થવાની છે.

હાલમાં આ શોમાં અંબર (વરુણ)નું ઍક્સિડન્ટ થયું છે અને તેની દીકરી નિયા (અંજલિ) કૅલિફૉર્નિયાથી પાછી આવી છે. હવે અન્ય એક અભિનેત્રી નિયાની જગ્યા લેશે; પણ શોમાં નહીં, તેની ઑફિસમાં! નિયા કૅલિફૉર્નિયા ગઈ હોવાથી તેનો ઑફિસ-સ્ટાફ તેની જગ્યાએ કાજલ (તૃપ્તિ બજોરિયા)ની પસંદગી કરશે, પરંતુ નિયા પાછી આવશે ત્યારે તે કાજલને ઑફિસમાં જોઈને અપસેટ થઈ જશે.

અભિનેત્રી તૃપ્તિ બજોરિયા નેટફ્લિક્સના શો ‘બૉમ્બે બેગમ’ તેમ જ સોની ટીવીના શો ‘સીઆઇડી’ તથા ‘તારા ફ્રૉમ સાતારા’માં અભિનય કરી ચૂકી છે. આ ઉપરાંત, ગુનિત સિક્કા (શ્વેતા તિવારી)ની આન્ટી તરીકે સુચેતા શિવકુમારનો કેમિયો પણ જોવા મળશે. સુચેતા ઍન્ડ ટીવી પર ‘વારિસ’ સિરિયલમાં કામ કરી ચૂક્યાં છે. તેઓ ગુનિતને મહેણાં-ટોણાં મારતી જોવા મળશે. આ બન્ને નવા ચહેરાઓના આગમનથી સોની ટીવીના આ મસાલાનું ઉમેરણ થવાનું એ નક્કી.

television news sony entertainment television