સમીર સોની વેબ-સિરીઝમાં વિવેક ઑબેરૉય સાથે દેખાશે

28 December, 2018 08:14 AM IST  | 

સમીર સોની વેબ-સિરીઝમાં વિવેક ઑબેરૉય સાથે દેખાશે

સમીર સોની

આ વેબ-સિરીઝમાં રવિ કિશન પણ અગત્યની ભૂમિકામાં દેખાશે. સમીરે આ અગાઉ ‘બેવફા સી વફા’ અને ‘પંચ બીટ’ વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે. ALT Balajijiની ‘કાર્ટેલ’માં સ્ટોરી ગૅન્ગસ્ટર્સ, લાલચ અને ગન્સની આસપાસ વણાયેલી છે. નફરત અને છળકપટની દુનિયામાં પ્રેમ અને સંબંધો પર આધારિત આ વેબ-સિરીઝ છે. પોતાના પાત્ર વિશે વિસ્તારપૂર્વક જણાવતાં સમીરે કહ્યું હતું કે ‘મારી કરીઅરના દરેક પાત્રમાં ‘કાર્ટેલ’નું આ કૅરૅક્ટર સૌથી વધુ ભયાવહ છે. મારી ભૂમિકાને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ભૂમિકામાં લોકોએ મને આ પહેલાં ક્યારેય પણ નહીં જોયો હોય. વિવેક ઑબેરૉય અને અન્ય લોકોની સાથે કામ કરવાનો ખરેખર ગ્રેટ અનુભવ છે. મને ‘બોઝ : ડેડ/અલાઇવ’ શો ખૂબ જ ગમ્યો હતો અને એના ડિરેક્ટર પુલકિત આ સિરીઝને પણ ડિરેક્ટ કરશે. ALT Balaji સાથે મારો આ ત્રીજો શો છે. પ્રોડ્યુસર એકતા કપૂર હંમેશાં મારી પાસેથી બેસ્ટ કામ કરાવે છે. હું એકતા કપૂરનો આભારી છું કે તેમણે મને આ રોલ આપ્યો છે.’

samir soni vivek oberoi web series television news