ગાયક અને સંગીતકાર એક જ સમુદાય છેઃ વિશાલ દાદલાણી

13 October, 2019 12:59 PM IST  |  મુંબઈ

ગાયક અને સંગીતકાર એક જ સમુદાય છેઃ વિશાલ દાદલાણી

વિશાલ દાદલાણી..


ઈન્ડિયન આયડલની 11મી સિઝનની શરૂઆત ખૂબ જ સારી રીતે થઈ છે તેવું લાગી રહ્યું છે. ખૂબ જ સારી પ્રતિસ્પર્ધીઓ આ વખતે જોવા મળી રહ્યા છે. જેમાં સની અને અઝમત હુસૈનનો સમાવેશ થાય છે. સનીએ પંજાબના છે. જેઓ શુઝ પોલિશ કરે છે. સનીએ નુસરત અલી ખાનનું આફરીન આફરીન ગીત ગાયું. જેનાથી જજ વિશાલ દાદલાણી ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગયા પરંતુ તેને પોતાની સ્ટાઈલમાં બીજું એક ગીત ગાવાનું પણ કહ્યું. તેને સાંભળીને વિશાલ દાદલાણીએ તેમને પ્રોત્સાહિત કરવા માટે તેને ગોલ્ડન માઈક આવ્યું. જે તેના માટે થીએટર રાઉન્ડમાં જવાની ટિકિટ છે.


બીજી તરફ, અઝમત હુસૈન કે જેઓ બાળકોના સિંગિંગ રિઆલિટી શોના વિજેતા રહી ચુક્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ બાદમાં ખરાબ સંગતમાં પડી ગયા હતા અને હજી સુધી તે સંઘર્ષ કરી રહ્યા છે. અઝમતનો અવાજ એટલો સારો નહોતો પરંતુ તેને નેહા કક્કર અને અનુ મલિકે તેને વધુ એક ચાન્સ આપ્યો આગળના રાઉન્ડમાં જવા માટે.

જો કે તેમના આ નિર્ણય બાદ પણ અઝમત ખુશ ના જણાયા અને તેમને લાગ્યું કે જજ તેમને સહાનુભૂતિ આપવા માટે આવું કહે છે. અઝમતે એવું પણ કહ્યું કે તેને સિંગિંગમાં હવે આગળ નથી વધવું. આ સમયે વિશાલ, કે જેણે તેમને ના પાડી હતી; તેઓ આગળ આવ્યા અને કહ્યું કે તેઓ માત્ર 18 વર્ષના છે અને આશાઓ મુકી દેવા માટે ખૂબ જ નાના છે. વિશાલે ઉમેર્યું કે, "આપણ ગાયકો એક જ સમુદાય અને પરિવાર છે. અને હું આ પરિવારમાં તમારાથી મોટો છો એટલે હું તમને આદેશ આપું છું કે ઉભા થાઓ અને આગલા રાઉન્ડમાં તમારું બેસ્ટ આપો." વિશાલના આ શબ્દોથી તેના ચાહકો ખુશ થઈ ગયા છે. અને વિશાલ દાદલાણીએ સાબિત કર્યું છે કે તેઓ ખૂબ જ સારા મેન્ટર અને જજ છે.

indian idol vishal dadlani