ઉર્વશી ધોળકિયાનાં બાળકો ઇચ્છે છે કે તે અનુજ સચદેવ સાથે લગ્ન કરે

14 August, 2019 12:45 PM IST  |  મુંબઈ

ઉર્વશી ધોળકિયાનાં બાળકો ઇચ્છે છે કે તે અનુજ સચદેવ સાથે લગ્ન કરે

ઉર્વશી ધોળકિયા અને અનુજ સચદેવ

ઉર્વશી ધોળકિયાનાં બાળકો ઇચ્છે છે કે તેમની મમ્મી તેના એક્સ-બૉયફ્રેન્ડ અનુજ સચદેવ સાથે લગ્ન કરી લે. ‘નચ બલિયે 9’માં ઉર્વશી તેના એક્સ-બૉયફ્રેન્ડ અનુજ સાથે ભાગ લઈ રહી છે. આ શોના આગામી એપિસોડમાં મેકર્સ તેમના ફૅમિલી અને ફ્રેન્ડ્સને શોમાં બોલાવી રહ્યા છે. આ શોમાં ઉર્વશીનાં બાળકો સાગર અને ક્ષિતિજે હાજરી આપી છે. તેમની મમ્મીના અનુજ સાથેના સંબંધ વિશે બાળકોએ કહ્યું હતું કે ‘અનુજ ખૂબ જ સારો વ્યક્તિ છે. અમારી મમ્મી માટે તે ખૂબ જ યોગ્ય છે. તેઓ જ્યારે પોતાને માટે કંઈ પણ ખરીદતાં ત્યારે અમારા માટે પણ લઈને આવતાં હતાં.

આ પણ વાંચો : શ્વેતા તિવારીની દીકરી પલકનો ખુલાસો

અનુજ અમારા માટે એક ફૅમિલી જેવો છે, પરંતુ અમે ક્યારેય અમારી મમ્મીને તેની સાથેના સંબંધ વિશે નથી પૂછ્યું. અમે ઇચ્છીએ છીએ કે અમારી મમ્મી ખુશ રહે અને જો તે અનુજ સાથે ખુશ હોય તો તેમના માટે અમને પણ ખુશી થશે.’

urvashi dholakia television news