આ સેલિબ્રિટીઓએ કપિલના શૉમાં આવવાની ના પાડી

22 April, 2019 02:50 PM IST  |  મુંબઈ

આ સેલિબ્રિટીઓએ કપિલના શૉમાં આવવાની ના પાડી

કપિલ શર્મા

આજકાલ ટેલિવિઝનનો પોપ્યુલર શૉ 'ધ કપિલ શર્મા' ચર્ચાનો વિષય બની ગયો છે. કપિલ શર્માના શૉમાં દરેક લોકો જવા ઈચ્છતા હોય છે. હાં, વાત કરીએ બૉલીવુડ સ્ટાર્સની તો દરેક એક્ટરની પણ શૉમાં જવાની ઈચ્છા હોય છે. દરેક વીકેન્ડમાં કોઈને કોઈ સેલિબ્રિટી કપિલના શૉમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવે છે. પરંતુ ઘણા એવા સ્ટાર્સ પણ છે જેમને કપિલે પોતાના શૉમાં આવવાનું આમંત્રણ મોકલી ચૂક્યા છે પરંતુ તેઓ શૉમાં આવી શક્યા નથી.

આમિર ખાન

બૉલીવુડના ત્રણેવ ખાનમાંથી સલમાન ખાન અને શાહરૂખ ખાન ઘણી વાર કપિલ શર્માના શૉમાં આવી ચૂક્યા છે પરંતુ આમિર ખાન અત્યાર સુધી એક પણ વાર શૉમાં નજર નથી આવ્યા. બતાવી દઈએ કે આમિર કોઈ પણ શૉમાં જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરવાથી બચે છે.

સચિન તેંડુલકર

કપિલ શર્મા, સચિન તેંડુલકરના બહુ જ મોટા ફૅન છે. કપિલે સચિનને પણ ઘણી વાર શૉમાં આવવાનું આમંત્રણ આપ્યું છે પણ તે નહીં આવ્યા. જોકે વિરાટ કોહલી સહિત કેટલાક મોટા ક્રિકેટર્સ કપિલ શર્મા શૉમાં આવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા 1980 ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીય ટીમ વિજેતા કપિલ શર્મા શૉમાં નજર આવ્યા હતા.

સંજય દત્ત

બૉલીવુડના મોટા સ્ટાર્સ કપિલ શર્માના શૉમાં આવી ચૂક્યા છે પરંતુ સંજય દત્ત આજ સુધી પોતાની ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્મા શૉમાં આવ્યા નથી.

એમ એસ ધોની

મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક 'ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' બની ત્યારે કપિલ શર્માએ ધોનીને શૉમાં આવવા માટે ઈન્વાઈટ કર્યું હતું, પણ બીજા કામમાં વ્યસ્તતાને કારણે શૉમાં આવવાનો ઈન્કાર કર્યો હતો.

kapil sharma the kapil sharma show aamir khan sachin tendulkar ms dhoni sanjay dutt television news tv show