થિયેટર દ્વારા ઍક્ટરને મળે છે : હિતેન તેજવાણી

04 September, 2019 04:13 PM IST  |  મુંબઈ

થિયેટર દ્વારા ઍક્ટરને મળે છે : હિતેન તેજવાણી

હિતેન તેજવાણી

હિતેન તેજવાણીનું કહેવું છે કે એક સારા ઍક્ટર બનવા માટે થિયેટર ખૂબ જ મહત્વનું છે. હિતેને નાટકમાં કામ કરીને ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ટીવીમાં એન્ટ્રી કર્યા બાદ તેણે ઘણી જાણીતી સિરિયલમાં કામ કર્યું હતું. તે ‘બિગ બૉસ’માં પણ જોવા મળ્યો હતો. ઍક્ટિંગ વિશે વાત કરતાં હિતેને કહ્યું હતું કે ‘મેં થિયેટરમાં કામ કરીને ઍક્ટિંગની શરૂઆત કરી હતી. મારી ફૅમિલી ચિંતીંત હતી કારણ કે મેં ગ્રેજ્યુએશન કર્યું હતું એમ છતાં હું જૉબ નહોતો કરી રહ્યો.

આ પણ વાંચો : મલ્હાર પંડ્યાએ ઍક્ટર બનવું છે, સ્ટાર નહીં

હું આખો દિવસ નાટકોમાં પસાર કરતો હતો જ્યારે એમાં એક પણ પૈસા નહોતા મળતા. હું આજે પાછળ જોઉં છું તો મને એ અહેસાસ થાય છે કે થિએટર મને ઘણું કામ આવ્યું છે. એનાથી મને આત્મવિશ્વાસ અને હિંમત મળી છે. જો તમે લાઇવ ઑડિયન્સની સામે કામ કરી શકો તો તમે કૅમેરા સામે આરામથી કામ કરી શકો છો.’

hiten tejwani television news