એમેઝોન પર હવે જોવા મળશે ડ્રામા

06 November, 2019 10:45 AM IST  |  Rajkot | Rashmin Shah

એમેઝોન પર હવે જોવા મળશે ડ્રામા

એમેઝોન

ડિજિટલ પ્લેટફોર્મ જ્યારે ઇન્ડિયામાં પોપ્યુલર થઈ રહ્યું છે ત્યારે તેર વર્ષથી વધુ ઉંમર ધરાવતાં ઓડિયન્સ માટે આ પ્લેટફોર્મ પર પુષ્કળ કોન્ટેન્ટ ઊભું થવા માંડ્યું છે. એવા સમયે ફેમિલી ઓડિયન્સ મેળવવા માટે અને પરિવારને એટ્રેક્ટ કરવાના હેતુથી એમેઝોન પ્રાઇમ હવેથી ઇન્ડિયન ડ્રામા પણ પ્લેટફોર્મ પર દેખાડવાનું શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એમેઝોન પ્રાઇમ દેશની અલગ-અલગ લૅન્ગવેજમાં થતાં નાટકોના રાઇટ્સ લઈને પ્લેટફોર્મ પર મૂકવા માંગે છે.

એમેઝોન પ્રાઇમ એક માત્ર એવું પ્લેટફોર્મ છે જેની પાસે કિડ્ઝ કે ફેમિલી કોન્ટેન્ટનું પ્રમાણ વધારે છે પણ એમ છતાં મળતાં ફીડબેકના આધારે થીએટરની દિશામાં આગળ વધીને એમેઝોન પ્રાઇમ હવે નાટકો પણ એના પ્લેટફોર્મ પર લઈ આવવાની ગણતરી રાખે છે. અત્યારે સુધી નાટકો અને ખાસ કરીને ગુજરાતી નાટકોને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ આવવાનું કામ મોટાભાગે શેમારુ કંપનીએ કર્યુ છે પણ હવે એ દિશામાં એક નવું પ્લેટફોર્મ પણ આગળ વધશે.

television news amazon Rashmin Shah