1983 વિશ્વ કપ વિજેતા ટીમ કપિલ શર્મા શૉમાં

09 March, 2019 11:05 AM IST  | 

1983 વિશ્વ કપ વિજેતા ટીમ કપિલ શર્મા શૉમાં

1983માં પહેલી વાર વર્લ્ડ કપ જીતેલી ટીમ કપિલ શર્મા શૉમાં

સોની ટીવી પર આવતા શો ‘ધ કપિલ શર્મા શો’માં ૧૯૮૩માં પહેલી વાર વર્લ્ડ કપ જીતેલી ટીમ જોવા મળશે. આ ટીમ કપિલ દેવની કૅપ્ટન્સી હેઠïળ વિજેતા બની હતી. આ શોમાં હાજરી કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, સંદીપ પાટિલ, દિલિપ વેન્ગસરકર, ક્રિષ્નમાચારી શ્રીકાંત, રોજર બિન્ની, કીર્તિ આઝાદ, મદન લાલ, સૈયદ ક્રિમાણી, બલવિન્દર સન્ધુ અને યશપાલ શર્માએ હાજરી આપી હતી. તેમની જૂની યાદોને તાજી કરતાં કપિલ દેવે કહ્યું હતું કે ‘પહેલા સ્ટેજની મૅચ જીત્યા બાદ અમે સેમીફાઇનલ સુધી પહોંચી ગયા હતા. જોકે ફાઇનલ સુધી પહોંચ્યા એ અમારા માટે પણ સરપ્રાઇઝ હતી. દરેક વ્યક્તિ અમેરિકામાં વેકેશન પર જવાની તૈયારી કરી રહી હતી અને અમારી બૅગ પણ અમે એ રીતે જ તૈયાર કરી હતી. અમે જ્યારે ફાઇનલમાં પહોંચ્યા ત્યારે અમારી મિક્સ ફીલિંગ્સ હતી. જોકે અમારી મહેનત રંગ લાવી હતી.’

આ વિશે મોહિન્દર અમરનાથે કહ્યું હતું કે ‘મૅચ રમવા કરતાં અમે ફ્રીમાં હૉલિડે પર જવા મYયું હોવાથી ઉત્સાહિત હતા. એ સમયમાં વિદેશમાં જવાની તક ભાગ્યે જ મળતી હતી. અમને એ પણ કહેવામાં આવ્યું હતું કે અમારી ટિકિટ વર્લ્ડ કપની છેલ્લી મૅચ સુધીની છે એથી અમે બધા હૉલિડેના મૂડમાં હતા.’

the kapil sharma show kapil sharma world cup kapil dev tv show television news