સુનીલ ગ્રોવર બહુ જલદી જોવા મળશે ધ કપિલ શર્મા શોમાં?

17 September, 2019 11:27 AM IST  |  મુંબઈ

સુનીલ ગ્રોવર બહુ જલદી જોવા મળશે ધ કપિલ શર્મા શોમાં?

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર બહુ જલદી કપિલ શર્માના શોમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. કપિલ સાથેના ઝઘડા બાદ તેણે ‘ધ કપિલ શર્મા શો’માંથી એક્ઝિટ કરી હતી. આ ઝઘડા બાદ કપિલનો શો બંધ થઈ ગયો હતો. જોકે તેનો શો ફરી એટલો જ જોરશોરથી ચાલી રહ્યો છે. આ શો છોડ્યા બાદ સુનીલે ‘ભારત’માં સલમાન ખાન સાથે કામ કર્યું હતું. સુનીલે હાલમાં જ ટ્વિટર પર કરેલી ટ્વીટને કારણે એવું લાગી રહ્યું છે કે તે ફરી શોમાં આવી રહ્યો છે. સુનીલે ટ્વીટ કર્યું હતું કે ‘દરેક વસ્તુ તમારી પાસે આવીને રહેશે. કોઈ પણ વસ્તુ તમારાથી હંમેશાં દૂર નથી રહેતી. આથી હંમેશાં આભારી બનીને રહેવું. આજ એક રસ્તો છે. હંમેશાં હસતા રહો. બાકી... મેરે હસબન્ડ મુજકો...’

આ પણ વાંચો : અનિલ કપૂરને પોતાના રિશેપ્શનમાં જોઇને આશ્ચર્યચકિત થઈ ગયો કપિલ, જાણો કારણ

‘મેરે હસબન્ડ મુજકો પ્યાર હીં નહીં કરતે’ એ ‘ધ કપિલ શર્મા શો’નો એક ડાયલૉગ છે. આથી એવું લાગી રહ્યું છે કે તે બહુ જલદી શોમાં જોવા મળશે.

sunil grover the kapil sharma show television news