તેરા ક્યા હોગા આલિયામાં ઓજસ્વી ઑબેરૉયની એન્ટ્રી થતાં આવશે ટ્વિસ્ટ

13 January, 2020 11:33 AM IST  |  Mumbai Desk

તેરા ક્યા હોગા આલિયામાં ઓજસ્વી ઑબેરૉયની એન્ટ્રી થતાં આવશે ટ્વિસ્ટ

‘તેરા ક્યા હોગા આલિયા’માં સોનિયાની ભૂમિકામાં ઓજસ્વી ઑબેરૉયની એન્ટ્રી થતાં શોમાં અનેક નવા વળાંક આવવાના છે. તેનું પાત્ર ઝિંદાદિલ છે અને તેનુ નિક નેમ આમાં બેબી છે. આ શોમાં આલિયા જે સ્કૂલમાં ટીચર છે એ સ્કૂલની ટ્રસ્ટીની પૌત્રી એટલે સોનિયા. તે અમેરિકાથી ભારત આવે છે. તેને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી મેળવવી છે. તે ખૂબ જ બહાદુર છે અને તેને પ્રેમમાં વિશ્વાસ નથી. જોકે તે જ્યારે આલિયાના હસબન્ડ આલોકને મળે છે ત્યારે તેના પ્રેમમાં પડી જાય છે. ત્યાર બાદ શરૂ થાય છે ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન. ઓજસ્વીએ સ્ટાર પ્લસ પર આવતા શો ‘બહને’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ‘આસમાન સે આગે’, ‘દેવો કે દેવ મહાદેવ’ અને ‘બઢો બહૂ’ સહિત અનેક સિરિયલ્સમાં જોવા મળી હતી.

television news