શ્વેતા તિવારીની દીકરી પલકનો ખુલાસો

14 August, 2019 11:54 AM IST  |  મુંબઈ

શ્વેતા તિવારીની દીકરી પલકનો ખુલાસો

શ્વેતા તિવારી દીકરી પલક સાથે

શ્વેતા તિવારીની દીકરી પલકે જણાવ્યું હતું કે તેનાં સાવકા પિતા અભિનવ કોહલીએ કદી પણ તેની સાથે હિંસા કે શારિરીક છેડતી નથી કરી. શ્વેતા તિવારીએ હાલમાં જ પતિ અભિનવ કોહલી વિરુદ્ધ હિંસા અને દીકરી પલક સાથે મારપીટ કરવાનો આરોપ મુકયો છે. શ્વેતાએ કાંદિવલીનાં સમતા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતા ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક ઇમેજ શૅર કરીને પલકે કૅપ્શન આપી હતી કે ‘હું સૌ પ્રથમ સૌનો આભાર માનવા માંગુ છું કે જેઓ અમારી ચિંતા કરીને અમારા સપોર્ટ માટે આગળ આવ્યા. બીજી વાત એ કે હું કેટલીક બાબતોની પ્રામાણિકપણે ચોખવટ કરવા માગુ છું. મીડીયાને વાસ્તવિકતાની જાણ નથી અને ના કદી તેમને જાણ થશે. હું પલક તિવારી અનેકવાર ઘરેલું હિંસાની શિકાર બની છું મારી મમ્મી નહીં. જોકે જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી એ પહેલાં તેમણે કદી પણ કોઈની સાથે હિંસા નહોતી કરી. ન્યુઝનાં વાચક તરીકે એ ખૂબ સરળ હોય છે કે બંધ દરવાજા પાછળ શું થાય છે એ વાસ્તવિક્તાને ભૂલી જવું અથવા તો મારી માએ તેનાં બન્ને લગ્ન જીવનમાં કેવી રીતે ધૈર્ય રાખ્યું હતું. તમે કોઈનાં ઘર વિશે લખી રહ્યાં છો. તમે કોઈની લાઈફની ચર્ચા કરી રહ્યા છો. તમારામાંથી ઘણાં એવા લોકો હશે જે આવી ભયાવહ સ્થિતિમાંથી પસાર નહીં થયા હોય. એથી તમને કોઈ અધિકાર નથી કે તમે આ સંદર્ભે કમેન્ટ કરો, ચર્ચા કરો અથવા તો પક્ષપાતપૂર્ણ રીતે, જાણકારીનાં અભાવે કોઈ‌ની છબીને તમે ઊભી કરો. આ ખૂબ જ નિંદનીય છે.’

આ પણ વાંચો : બિગ બૉસ 13ની પ્રાઇઝ-મની હશે એક કરોડ?

મમ્મીને સપોર્ટ કરતાં પલકે કહ્યું હતું કે ‘હવે સમય આવી ગયો છે કે હું મારી મમ્મીની પડખે ઊભી રહું. હું જાણું છું કે તે ખૂબ જ સ્ટ્રૉન્ગેસ્ટ વ્યક્તિ છે. તમારા બધામાંથી હું જ એક એવી છું જેણે મારી મમ્મીની દિવસ રાતની સ્ટ્રગલને નજીકથી જોઈ છે. મારો જ અભિપ્રાય અગત્યનો છે. અભિનવ કોહલીએ કદી પણ મારી સાથે શારિરીક ચેનચાળા કે ખોટી રીતે સ્પર્શ નથી કર્યો. કોઈ પણ બાબતને ફેલાવતાં પહેલા અથવા તો એનાં પર આંધળો વિશ્વાસ કરતાં પહેલાં એક વાચક તરીકે તમારે વાસ્તવિક્તાની તપાસ કરી લેવી જરૂરી છે. અનેકવાર તેણે મારા પર અયોગ્ય અને વાંધાજનક કમેન્ટ્સ કરી હતી જેની મારી મમ્મી અને મને જ જાણ હતી. આ બાબત જો કોઈ પણ મહિલાનાં ધ્યાનમાં આવે તો તેનાં માટે આ ખૂબ જ અસહ્ય અને રોષે ભરાવા જેવુ હશે. શબ્દો જે મહિલાનાં સન્માન પર સવાલ કરે, જેની તમે કોઈ પણ પુરુષ પાસેથી અપેક્ષા ના રાખી શકો. ખાસ કરીને તો તમારા પિતા પાસેથી. અમારી લાઇફને સોશ્યલ મીડિયાના માધ્યમથી જોવાથી, છાપામાં અમારા વિશે વાંચીને તમને અમારી સ્ટ્રગલની જાણકારી મળશે. જોકે એનાં પર કમેન્ટ કરવુ જ પૂરતું નથી. આજે એક ગર્વિત દીકરી હોવાથી હું તમને કહી રહી છું કે મારી મમ્મી ખૂબ જ સન્માનનિય વ્યકિત છે. ખૂબ જ આત્મ નિર્ભર, એક એવી મહિલા કે જેને પુરુષનાં સહારાની જરૂર નથી. મારી મમ્મીએ સમાજમાં પોતાનાં દમ પર માન, સન્માન અને મોભો મેળવ્યો છે.’

shweta tiwari television news